ગળતેશ્વરના વાંધરોલી પ્રા.શાળામાં ડા વિક્રમ સારાભાઈ ગણિત- વિજ્ઞાન પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંધરોલી પગાર કેન્દ્ર શાળામાં તાઃ- ૧૩-૦૯-૨૦૧૯ ના રોજ ડો. વિક્રમ સારાભાઈ ગણિત- વિજ્ઞાન પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્વ ખુબ જ વધતું જાય છે. દીવસે દીવસે વિજ્ઞાન તરક્કી કરતું જાય છે. આપણો ભારત દેશ વિક્રમ સારાભાઈ, એ.પી.જે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોની મદદથી વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ઘણી બધી તરર્કકી કરી ચુક્યો છે. આવી વિજ્ઞાન ટેકનોલોજીની દુનિયાને માહિતગાર કરવા માટે તાલુકા કક્ષાના વિજ્ઞાનનું આયોજન કરવામાં આવેલ છે.”ડો.વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯” નું આયોજન વાંધરોલી પ્રાથમિક શાળા ખાતે આજરોજ યોજાયેલ હતો. આ વિજ્ઞાન મેળામાં ક્લસ્ટરની ૫ શાળાના બાળ વૈજ્ઞાનિકોએ અવનવી ૨૦ કૃતિઓ રજૂ કરી હતી.
૪૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વાંધરોલી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ પેટા શાળાના આચાર્યઓ અને ગામના એસ.એમ.સીના અધ્યક્ષ ઉપસ્થિત રહેલ તેમજ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાને સફળ બનાવવા વાંધરોલી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ માયાવંસી અને સ્ટાફ પરિવારએ હોંશથી કાર્ય સંભાળેલ. બુધાભાઈ પરમાર (ખે.જી.પં.સદસ્ય) શુભેચ્છા સંદેશ આપ્યા હતા.આ વિજ્ઞાન મેળાની સમગ્ર તૈયારી સી.આર.સી કો-ઓર્ડીનેટર ઈશ્વર યુ. ડાભીના માર્ગદર્શન હેઠળ થયેલ હતું. બાળવૈજ્ઞાનિકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર અને સ્ટેશનરી ઇનામરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. બુધાભાઈ પરમાર દ્વારા ૧૦૦૦/- અને નિલેશભાઈ દ્વારા ૫૦૦/- પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવ્યા હતા. અંતમાં શાળાના આચાર્ય એ આવેલ તમામ મહાનુભાવો અને તાબાના આચાર્યઓનો તથા બાળ વૈજ્ઞાનિકોનો તથા કાર્યક્રમ માં પધારેલ તમામ નામી-અનામી તમામ મહેમાનો તેમજ સહકાર આપનાર તમામ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.*