અમદાવાદની DPS (E) સ્કૂલની અરજી નામંજૂરઃ પ્રાયમરીના વર્ગો બંધ કરવા પડશે
અમદાવાદ, ડીપીએસ ઈસ્ટ સ્કૂલે પ્રાથમિકની મંજૂરી માટે કરેલી અરજીને ડીપીઓએ નામંજૂર કર્યા બાદ સ્કૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલ કરી હતી. જેમાં આજે પ્રાથમિક શિક્ષણ નિયામકે અપીલનો હુકમ આપતા અરજી નામંજૂર જ રાખી છે અને હવે ડીપીએસ ઈસ્ટ સ્કૂલે પ્રાયમરીના વર્ગો પણ તાકીદે બંધ કરવા પડશે. જેથી હાલ પ્રાથમિક સ્કૂલમાં ભણતા બાળકોનું ભવિષ્ય જાેખમાયું છે.
ડીપીએસ ઈસ્ટ સ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો ડીઈઓના આદેશ બાદ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ સ્કૂલે પ્રાયમરીના વર્ગો બંધ કર્યા ન હતા. સ્કૂલે પ્રાયમરી માટેની અરજીની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં કરેલી અપીલનો હુકમ ઘણા સમયથી પેન્ડિંગ હતો.
જેથી અપીલનો હુકમ બાકી હોવાનો આધાર આગળ ધરીને સ્કૂલ દ્વારા પ્રાયમરીના વર્ગો ચાલુ રાખવામા આવ્યા હતા. પરંતુ અંતે પ્રાથમિક શિક્ષણ નિયામકે પણ ડીપીએસ ઈસ્ટની પ્રાયમરી માટેની અરજી નામંજૂર કરી દીધી છે.
સ્કૂલે ગત ડિસેમ્બરમાં નવી પ્રાથમીક સ્કૂલ માટે ડીપીઓમાં અરજી કરી હતી જેને ફેબુ્રઆરીમાં નામંજૂર કરાયા બાદ સકૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ ડીપીઓના ર્નિણય સામે અપીલ કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે અપીલ નામંજૂર રાખી દીધી છે.
સરકારના આદેશ બાદ પણ નિયમ વિરૃદ્ધ એપ્રિલથી સ્કૂલ ચલાવવામા આવી રહી હોવાથી અને સ્કૂલ મેનેજમેન્ટ સરકારના નિયમોનું ઘણીવાર પાલન ન કરતા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાયમરી માટેની અરજી નામંજૂર કરી કરી છે.
તાજેતરમાં ડીપીઓ દ્વારા સ્કૂલને એક લાખ રૃપિયાનો દંડ અને રોજના ૧૦ હજાર પેટે દંડ ફટકાર્યો હતો. ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પણ સરકારને દંડ વદૃારવા અને સ્કૂલને પ્રાયમરી માટેની મંજૂરીની બાબતમાં તેઓની ગેરવર્તણૂકને ધ્યાને લેવા ભલામણ કરી હતી. તમામ બાબતોને ધ્યાને રાખતા સરકારે હવે પ્રાયમરી માટે પણ મંજૂરી નથી આપી ત્યારે ડીપીએસ ઈસ્ટ સ્કૂલ સંપૂર્ણ રીતે બંદૃ થશે અને હાલ પ્રાયમરીના વર્ગોમાં ભણી રહેલા ૩૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જાેખમાયું છે.