Western Times News

Gujarati News

તાલિબાનોને જન્મ આપનાર અમેરિકા જ છે: હિલેરી ક્લિન્ટન

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રિગનની મહેરબાનીથી અમેરિકા જેની સામે લડયું તેઓને 20 વર્ષ પહેલાં  અબજો ડોલર, શસ્ત્રો અને તાલીમ પણ અમેરિકાએ જ આપ્યા હતા

રિગનને તે નિર્ણયને અમેરિકાની કોંગ્રેસે એટલે કે રિપબ્લિક અને ડેમોક્રેટ્સ એમ બંને પક્ષના સાંસદોએ એકી અવાજે વધાવી લીધો હતો. રિગનની યોજના મુજબ અમેરિકા પાકિસ્તાનમાં ગયું,

વોશિંગ્ટન : અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોનો કબજો એ અમેરિકાની સમગ્ર વિશ્વમાં ઉભી થયેલી શાખનું સૌથી વધુ ધોવાણ ગણાય છે, પરોક્ષ રીતે તાલિબાનોનો વિજય એટલે અમેરિકાના સૌથી શક્તિશાળી લશ્કરનો પરાજય.

તાલિબાનોના આ વિજય બદલ અમેરિકાનું રાજકારણ જોરદાર રીતે ગરમ થઇ ગયું છે અને અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાના પ્રમુખ જો બાઇડેનના નિર્ણયની ચોમેરથી ભારોભાર ટીકા અને આલોચના થઇ રહી છે.

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ભૂતકાળમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયેલા વીડિયોક્લિપમાં સ્પષ્ટ કહ્યું હતું કે તાલિબાનોને અમેરિકો જ જન્મ આપ્યો હતો. તેમના કહેવા મુજબ જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું અને સમગ્ર અફઘનિસ્તાન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું ત્યારે અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું.

રશિયા સમગ્ર મધ્ય એશિયા ઉપર પ્રભુત્વ ઉભું કરે તે અમેરિકાને કોઇ સંજોગોમાં પરવડે તેમ નહોતું તેથી તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગને અફઘાનિસ્તાનમાંથી રશિયાને હાંકી કાઢવા પાકિસ્તાનના લશ્કરી દળો, તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ્ને સ્થાનિક લડવૈયાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો.

આશ્ચર્યની વાત તો એ છે કે રિગનને તે નિર્ણયને અમેરિકાની કોંગ્રેસે એટલે કે રિપબ્લિક અને ડેમોક્રેટ્સ એમ બંને પક્ષના સાંસદોએ એકી અવાજે વધાવી લીધો હતો. રિગનની યોજના મુજબ અમેરિકા પાકિસ્તાનમાં ગયું,

તેના લશ્કરની અને આઇએસઆઇની મદદ લીધી અને સ્થાનિક મુજાહિદ્દીનોની ફાઇટર્સ તરીકે નિમણૂંક કરી. તેઓને અત્યંત આધુનિક શસ્ત્રો, સ્ટ્રિન્જર મિસાઇલ્સ, મિલિટરી કમાન્ડો જેવી તાલિમ આપી અમેરિકાએ મુજાહિદ્દીનોની આખી એક ફોજ તૈયાર કરી અને અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવી રહેલાં રશિયાની સામે તેઓને લડવા મોકલી દીધા.

આ મુજાહિદ્દીનોની ફોજે રશિયાને અફઘાનિસ્તાનમાંથી ખદેડી મૂક્યા જેના કારણે અમેરિકાની યોજના સફળ થઇ. ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાનને અલવિદા કહી દીધું. અત્યંત આધુનિક શસ્ત્રોથી તાલિમ પામેલા મુજાહિદ્દીન ફાઇટર્સને અમેરિકાએ રણીધણી વિનાના એકલા છોડી મૂક્યા.

જેના પગલે મુજાહિદ્દીનોમા એક પ્રકારની અરાજકતા સર્જાઇ, અને આ સ્થિતિમાંથી જ તાલિબાનોનો અને અફઘાન સમસ્યાનો જન્મ થયો. અમેરિકાને સરવાળે કોઇ ફાયદો નહીં, પરંતુ અબજો અને ખર્વો ડોલરનું તોતિંગ નુકસાન થયું, પરંતુ અફાનિસ્તાનમાંથી રશિયાને ખદેડી મૂક્યાનો આનંદથ થયો અને રાજકીય નેતાઓનો અહમનું પોષણ થયું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.