કોરોનાના કપરાકાળ પછી ફરસાણના વ્યવસાયમાં તેજીઃ પ૦% એ ધંધો પહોંચ્યો
ખાડિયા- રાયપુરમાં આવેલ સૌરાષ્ટ્ર ફરસાણના બફવડાની ભારે માંગઃ બફવડાની સુવાસ અન્ય શહેરોમાં પ્રસરી
વડોદરા, કપડવંજ જેવા શહેરોમાંથી બફવડા માટે “ઓનલાઈન” ઓર્ડર મળે છે તો બહારગામથી આવેલા લોકો ફોન કરીને તેમના માટે સ્ટોક રાખી મુકવાનું ફોન કરીને જણાવે છે પછી જતી વખતે લઈ જાય છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવો અને રાયપુર- ખાડિયા ચકલેશ્વર મહાદેવ સામે આવેલા સૌરાષ્ટ્ર ફરસાણના બફવડા અને ફરાળી આઈટમો ટેસ્ટ ન કરો તો કઈ રીતે ચાલે, સૌરાષ્ટ્ર ફરસાણના બફવડાની સુવાસ માત્ર અમદાવાદ જ નહિ પરંતુ ગુજરાતના અન્ય શહેરો સુધી પ્રસરી છે. ૧૯પ૭માં સૌરાષ્ટ્ર ફરસાણની સ્થાપના થઈ હતી
આજે ત્રીજી પેઢી સંચાલન કરી રહી છે. સૌરાષ્ટ્ર ફરસાણના મિલનભાઈ પંચાલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહયો છે ત્યારે ફરાળી ચીજવસ્તુઓની માંગ વિશેષ જાેવા મળે છે. અમારે ત્યાં ફરાળી બફવડા, મોરૈયાના ખમણ, પાતરા, કેળાની કટલેસ, સાબુદાણાના વડા, લીલો ચેવડો, પાઈનેપલ ચેવડો, ટમેટા સેવ,
રાજગરાની ફુલવડી, પાલક સેવ, રાજગરાની પૂરી, ખરખરિયા, તથા દૂધનો હલવો, કાજુ કતરી, મલાઈ પૈંડા, કેસર પેંડા, કાઠિયાવાડી પેંડા, કેસર બરફી, સફેદ બરફી મળે છે ખાસ તો બફવડાની ડીમાન્ડ વધારે રહે છે સાતમ-આઠમ તો બફવડા માટે કતારો લાગે છે. વડોદરા, કપડવંજ જેવા શહેરોમાંથી બફવડા માટે “ઓનલાઈન” ઓર્ડર મળે છે તો બહારગામથી આવેલા લોકો ફોન કરીને તેમના માટે સ્ટોક રાખી મુકવાનું ફોન કરીને જણાવે છે પછી જતી વખતે લઈ જાય છે.
દરમિયાનમાં સૌરાષ્ટ્ર ફરસાણના મિલનભાઈએ વિશેષમાં જણાવ્યુ હતુ કે કોરોનાકાળમાં ગયા વર્ષે ઓવરઓલ ફરસાણ બજારમાં ધંધા પાણી હતા નહી. પરંતુ આ વખતે એવરેજ પ૦થી પપ ટકા સુધી ફરસાણ, ફરાળી આઈટમનો ધંધો પહોંચ્યો છે હજુ તહેવારો આવી રહયા છે
તેમાં ચોક્કસ ઘરાકી વધશે. સાતમ- આઠમ પર સૌરાષ્ટ્ર ફરસાણના બફવડાની પ્રતિવર્ષ ભારે માંગ જાેવા મળે છે. ચાલુ વર્ષે કોરોનાના કેસ ઘટતા તથા વેકસીનેશન કામગીરી ઝડપી થતા બજારમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયુ છે તેમ છતાં નાગરિકોએ મોંઢે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવુ જાેઈએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
સામાન્ય રીતે ફરસાણની દુકાનમાં કારીગરોની બોલબાલા વિશેષ જાેવા મળે છે. સૌરાષ્ટ્ર ફરસાણ તેની પેઢી દર પેઢીથી કારીગરોની વિશેષ સંભાળ રાખે છે તેમના માટે રહેવા- જમવા અને મેડીકલ ફેસીલીટી પર ધ્યાન આપવામાં આવતુ હોવાથી કારીગરો પણ દીલથી કામ કરે છે.