Western Times News

Gujarati News

રખિયાલ અને ગોમતીપુરના લોકોને હની ટ્રેપમાં ફસાવતી ‘શાતિર હસીના’

પ્રતિકાત્મક

ર૦થી રપ લોકોને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયાનો તોડ કર્યોઃ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી

અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટેનો સૌથી આસાન રસ્તો હની ટ્રેપનો છે, જેનો કેટલાય નિર્દોષ લોકો શિકાર બની રહ્યાં છે. તાજેતરમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતા હની ટ્રેપના ખેલનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કરતા પીઆઈ ગીતા પઠાણ, પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટ અને મહિલા કોન્સ્ટેબલ શારદાબહેન સહીતના લોકોને ઝડપી લીધા છે.

હની ટ્રેપનો આ કાંડ સામે આવ્યા બાદ પણ આ ખેલ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે. રખિયાલ વિસ્તારમાં રહેતી એક હસીનાએ પોતાના હુસ્નની માયાજાળમાં અનેક લોકોને ફસાવ્યા છે, જેના આધારે તે લાખો રૂપિયાનો તોડ કરી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

રખિયાલ વિસ્તારમાં આવેલ અજિત મિલ ચાર માળિયામાં રહેતી કાયનાત મકસૂદઅલી અંસારીએ હની ટ્રેપમાં ફસાવતી એક હસીના વિરૂધ્ધ પોલીસ કમિશ્નર, જાેઈન્ટ કમિશ્નર તેમજ ડીસીપી સહિતની જગ્યા પર લેખિતમાં ફરિયાદ કરી છે કે આ હસીનાએ રખિયાલમાં રહેતા ર૦ થી રપ લોકોને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી તોડ કર્યો છે.

મહિલાના આક્ષેપ પ્રાાણે હસીના ચાર માળિયામાં રહેતી હતી અને તેના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા. ડિવોર્સ થઈ ગયા બાદ હસીનાએ અનેક લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે રખિયાલમાં રહેતા યુવકો, પરિણીત પુરૂષો તેમજ આધેડ વયના લોકોને પોતાની પ્રેમજાળમાં ફસાવતી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રેપ તેમજ છેડતીની ખોટી ખોટી અરજીઓ કરતી હતી.

જે લોકો વિરૂધ્ધ અરજી થતી હતી તેઓ સમાજમાં આબરૂ જાય નહીં તે ાટે સમાધાન પેટે લાખો રૂપિયા હસીનાને આપી દેતા હતા. રખિયાલના મોટા ભાગના લોકો આ શાતિર હસીનાથી પરિચિત હોય તેવુેં સ્થાનિકોનું કહેવું છે. હસીનાએ પોલીસ સ્ટેશનમાં રાના રાજપૂત, શેરૂભાઈ, અલ્તાફભાઈ, સકીનબાનુ, મોનુંતથા ફલકબાનુ કે જે તમામ ચાર માળિયામાં રહે છે

તેમના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. આસિવાય રખિયાલ મચ્છી માકેટ ખાતે રહેતા અમજદભાઈ ગેરેજવાળા, પપ્પુભાઈ ડિશવાળા, સહિત અનેક લોકો વિરૂધ્ધ પણ હસીનાએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ સમાધાન પેટે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. તો તેના ઘર સામે રહેતી અને મિસ્ત્રીકામ કરતી વ્યક્તિને પણ હસીનાએ પોતાની હવસનો શિકાર બનાવીને તેના વિરૂધ્ધ અરજી કરી હતી.

ફરિયાદી કાયનાત નજીકના સંબંધી પ્યારૂભાઈ કુરેશી, જે મટનની દુકાન ધરાવે છે. તેમના વિરૂધ્ધ પણ તેણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રેપની ખોટી ફરિયાદ આપી હતી. રેપની અરજી સંબંધે રાજપુર ગાર્ડન પોલીસ ચોકી ખાતે પોલીસ કર્મચારીએ બોલાવ્યા હતા, જ્યો હસીનાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને અઢી લાખ રૂપિયાની માંગણીકરી હતી.

જ્યાં છેલ્લે મામલો ૧.૧૦ લાખ રૂપિયા પત્યો હતો. પોલીસ ચોકી બહાર હસીનાને ૬૦ હજાર રોકડા તેમજ પ૦ હજાર મકાનની ડિપોઝિટના મામલે આપ્યા હતા. સમાધાન થઈ ગયું હોવા છતાં પણ હસીનાએ તેમની પાસે રોજ બે કિલો મટન અને બે હજાર રોકડા આપવાની વાત કરી હતી અને જાે ન આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી.

હસીનાએ ગોમતીપુર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ફરિયાદો કરી હતી, જેમાં મોટા ભાગના કેસમાં તોડ પાણી થયા હોવાની શક્યતા છે. હાલ જાે ઉચ્ચ અધિકારીઓ હની ટ્રેપના કેસમાં ફસાવતી આ હસીના વિરૂધ્ધ યોગ્ય તપાસ કરે તો ઘણી બધી હકીકત સામેઆવે તેવી શક્યતા છે.

આ સિવાય પોલીસ કર્મચારીની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.વી. રાઠોડે જણાવ્યું છેકે હની ટ્રેપમાં ફસાવતી આ મહિલા વિરૂધ્ધ તપાસ કરવામાં આવશે અને હકીકત સામે આવશે તો કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.