અંતરા મારવાહના સીમંતમાં કપૂર કઝિન્સે રંગ જમાવ્યો

મુંબઈ, કપૂર પરિવાર હાલ સેલિબ્રેશનના મૂડમાં ચાલી રહ્યો છે. પરિવારમાં એક પછી એક પ્રસંગો આવી રહ્યા છે. પહેલા અનિલ કપૂરની દીકરી રિયા કપૂર અને કરણ બૂલાનીના લગ્ન થયા. ત્યારબાદ અનિલ કપૂરના ઘરે જ તેમનું વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. હવે પરિવારમાં સીમંતનો પ્રસંગ આવ્યો છે. અનિલ કપૂરની બહેન રીના કપૂરના દીકરા અને એક્ટર મોહિત મારવાહની પત્ની અંતરા મારવાહનું સીમંત યોજાયું હતું. જેમાં સોનમ કપૂર, અંશુલા કપૂર, અર્જુન કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, રિયા કપૂર, મહીપ કપૂર સામેલ થયા હતા. હવે અંતરાના સીમંતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અંતરા મોતીવાલા મારવાહ ટીના અંબાણીની ભાણી થાય છે. અંતરા ટીના અંબાણીની બહેન ભાવના મોતીવાલાની દીકરી છે ત્યારે માસીના ઘરે અંતરાનું સીમંત યોજાયું હતું.
સોનમ કપૂરે અંતરાના સીમંતની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં કપૂર કઝિન્સ જાેવા મળી રહ્યા છે. સોનમ કપૂરે સીમંત માટે ઓફ-વ્હાઈટ રંગના ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. જ્યારે બોલિવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહેલી ખુશી કપૂર અને શનાયા કપૂર સ્ટાઈલિશ લહેંગામાં જાેવા મળી હતી. અર્જુન કપૂર અને ન્યૂલી વેડ રિયા કપૂર પણ સીમંતમાં હાજર રહ્યા હતા. ટુ-બી પેરેન્ટ્સ મોહિત અને અંતરા યલો રંગના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. તેમના ચહેરા પર પેરેન્ટ્સ બનવાની ખુશી સ્પષ્ટ દેખાય છે. સોનમે આ તસવીરો શેર કરતાં લખ્યું, “અંતરાના સીમંત માટે ખાનદાન ભેગું થયું છે. જ્હાન્વી કપૂર, હર્ષવર્ધન કપૂર અને જહાન કપૂરને મિસ કરીએ છીએ.
લવ યુ અંતરા અને મોહિત. અંશુલા કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કઝિન્સની ખાસ તસવીર શેર કરી છે. જેમાં બધા મસ્તી-મજાક કરતાં અને હસતા જાેવા મળી રહ્યા છે. અંશુલાએ આ તસવીર શેર કરતાં લખ્યું, “અન્તુ-મોહિતનું સીમંત. કઝિન્સ ફોટો લેવાની અહીં કહાણી હતી.” આ સાથે જ અંશુલાએ જણાવ્યું છે કે, તેમણે જ્હાન્વી, હર્ષવર્ધન, જીજાજી કરણ-આનંદ અને જહાન કપૂરની મિસ કર્યા હતા. તસવીરોમાં જાેઈ શકો છો કે અંતરાના સીમંત માટે ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવી છે.SSS