Western Times News

Gujarati News

મોરબી જિલ્લામાંથી પરસોતમ રૂપાલાની  જન આશીર્વાદ યાત્રા નિકળી

મોરબીમાં જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત

કેન્દ્રીય મત્સ્ય અને કૃષિ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા આજે સવારે નિર્ધારિત સમયે સર્કિટ હાઉસ ખાતેથી નીકળી હતી. જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબી શહેરથી શરૂ કરી ટંકારા થઇને મિતાણા તથા નેકનામ થઇને રાજકોટ જિલ્‍લામાં પ્રવેશી હતી.

આ જન આશીર્વાદ યાત્રા શહેરભરના નિર્ધારિત રૂટ ઉપર ફરી હતી અને કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાનું જોરદાર અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ધારિત રૂટ ઉપર સ્થાનિક નગરસેવકો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં કેન્દ્રીય મંત્રીએ સંસ્કાર ધામ ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ લીધા હતા

આ યાત્રા માર્કેટીંગ યાર્ડમાં પહોંચતા ત્યાં કાર્યક્રમમાં મંત્રીશ્રીએ શરૂઆતમાં સંતોના આશીર્વાદ લઇ જણાવ્યું હતું કે, હું ભારત સરકાર તરફથી મળેલી સૂચના અને ગુજરાત સરકારના આયોજનના ભાગ રૂપે અત્રે આવ્યો છું. સરકાર દ્વારા ખેડૂત લક્ષી લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમજ કોરોના કાળમાં ભારત સરકાર દ્વારા ૧૨૦ દેશોને વેકસિન આપવામાં આવી છે.

તેમજ પત્રકાર પરિષદમાં તેઓએ સરકારની જનલક્ષી યોજનાની માહિતી આપી હતી અને દૂધમાં ભેળસેળ થતી હોવાના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે, દુધના ભેળસેળીયાનો બચાવ નથી કરતો પણ આ વૈશ્વિક લેવલે સૌથી વધુ દુધનું ઉત્પાદન કરતા ભારતને બદનામ કરવાનું ષડયંત્ર છે. તે ઉપરાંત મોરબી જિલ્લામાં હાલ સિંચાઇના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું

કાર્યક્રમની શરૂઆતમાં આ તકે મોરબી જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે તથા સાસંદશ્રી મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે કેન્દ્રીય મંત્રીશ્રીનું તાલુકા ભાજપ, યુવા ભાજપ, જિલ્લા ભાજપ સહિતના તમામ ભાજપના સંગઠનો અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સીરામીક, કલોક એસોસીએશન સહિતના ૩૬ જેટલા એસોસીએશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ, સામાજિક અને પ્રબુદ્ધ નાગરિક સાથે વાતચીત કરી સંમેલન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ટંકારા ખાતે આયોજીત કાર્યક્રમાં મંત્રીશ્રીએ જણાવ્યું  હતું કે,  બ્રાહ્મણ ભુલકાઓના હાથે મને આશીર્વાદ મળ્યા તેથી હું ખુબ ગદગદીત થયો છું. આ પ્રવિત્ર જગ્યામાં મને યજ્ઞમાં આહુતી આપવાનો મોકો મળ્યા તે બદલ હું સંસ્થાના આચાર્યશ્રી દેવદતમહારાજનો આભાર માનું છું.

જન આશીર્વાદ યાત્રાના આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા, મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, હળવદ ધારાસભ્‍યશ્રી પરસોતમભાઇ સાબરીયા, સ.પ.સ. જળસંચય યોજનાના ચેરમેનશ્રીભરતભાઇ બોધરા, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા,

મોરબીના પૂર્વ ધારાસભ્યશ્રી સર્વેશ્રી કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા, ભાજપ અંગ્રણી સર્વેશ્રીઓ, જયોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ, લાખાભાઇ જારીયા સહિતના ભાજપના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.