Western Times News

Gujarati News

સુરતમાં બંગલામાં ઘૂસી દીકરીની નજર સામે માતાને ચપ્પુ ઘૂસાડી પરિચિત ફરાર

Youth suicide in bus

Files Photo

સુરત, સુરતમાં વેસુ વિસ્તારના હિના બંગલોઝમાં ઘૂસી દીકરીની નજર સામે મહિલાને ચપ્પુ ઘૂસાડી પરિચિત વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લોહીના ખાબોચિયામાં પડેલી મહિલાને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે પેટમાં ચપ્પુ સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય છે. ઇજાગ્રસ્ત મહિલાનો બંગલો વેચી દેવું ભરપાઈ કરવાની વાત ન માનતા રાજુભાઇ નામના ઇસમે જીવલેણ હુમલો કરી ભાગી ગયો હોવાનું પુત્રએ જણાવ્યું છે.

માલવ વસાવા (મહિલાનો દીકરો) એ જણાવ્યું હતું કે મમ્મી અને બહેન ઘરમાં એકલા હતા. ત્યારે રાજુભાઇ નામના પરિચિત વ્યક્તિ ઘરમાં (વેસુ હિના બંગલોઝ પ્લોટ નંબર 137) ઘૂસી ગયા હતા અને મમ્મી ચંપાબેન સાથે ઝઘડો કરી પેટમાં ચપ્પુ ઘૂસાડી ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં માતાને જોઈ હેબતાઈ ગયેલી બહેને તાત્કાલિક મને અને ત્યારબાદ 108ને જાણ કરી હતી. પેટમાં ચપ્પુ સાથે જ માતાને અઠવાલાઇન્સની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતી. જ્યાં માતાની તબિયત ગંભીર હોવાનું અને હાલ ઓપરેશનમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.

એક વર્ષથી રાજુભાઇ નામનો વ્યક્તિ અમને હેરાન કરી રહ્યો છે. જે બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં કેસ પણ કર્યો છે. અમારું મકાન વેચી પોતાનું દેવું ભરપાઈ કરવાનું આયોજન કરતા રાજુભાઇએ થોડા દિવસ પહેલા ધમકી પણ આપી હતી. હાલ ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે એમ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.