મોદીની પાકિસ્તાની બહેને રાખડી સાથે શુભકામનાઓ મોકલી
નવીદિલ્હી, રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે તેમને રાખડી અને શુભકામના સાથેનો મેસેજ મોકલ્યો છે. શેખ સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે, મેં તેમને રક્ષાબંધનની શુભકામના મોકલી છે. તેમના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરૂ છું. મેં તેમને હાલમાં ટીવી પર ખેલાડીઓને સન્માનિત કરતા જાેયા. એક ખેલાડીની માતા હોવાના નાતે લાગે છે કે, તે મને રાખડી બાંધવા માટે દિલ્હી બોલાવશે. મારો દિકરો સુફૈન શેખ દુનિયાનો સૌથી યુવાન તરવૈયો છે. કેટલાય મેડલ જીતી ચુક્યો છે.
તેમણે કહ્યુ હતું કે, આ પીએમ મોદીની વિશેષતા છે. તેઓ હંમેશા લોકોને દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. તેઓ દેશ માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે તથા ભારતમાં રસીકરણ અભિયાનનું પણ સફળ સુકાન સંભાળી રહ્યા છે. જે લોકો પહેલા વેક્સિન લેતા ડરતા હતા.તેઓ પણ હવે ડર્યા વગર વેક્સિન લઈ રહ્યા છે.
ગત સાત ઓગસ્ટના રોજ કમર શેખ પોતાના લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવી હતી. તેમણે કહ્યુ હતું કે, તે પીએમ મોદીને ત્યારથી રાખડી બાંધી રહ્યા છે, જ્યારે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા હતા. લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત પહોચેંલી કમર મોહસિ શેખે તેમના સ્મરણો યાદ કરતા કહ્યુ કે, મોદી સાથે તેમનું પ્રથમ રક્ષાબંધન ત્યાર થયુ જ્યારે તેઓ આરએસએસના કાર્યકર્તા હતા. શેખે એ પણ જણાવ્યુ કે, ૨૦-૨૫ વર્ષથી વધારે સમયથી તે નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહ્યા છે.HS