જમ્મુ કાશ્મીર : ૩૯ દિવસથી લાગુ તમામ નિયંત્રણ અંતે દુર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાં સ્થિતી બિલકુલ સામાન્ય બની ચુકી છે. જમ્મુ કાશ્મીરના મામલે નિર્ણય કરવામાં આવ્યા બાદ ૩૯ દિવસ સુધી કઠોર નિયંત્રણો અમલી રાખવામાં આવ્યા હતા.
આ તમામ નિયંત્રણો હવે ઉઠાવી લેવામાં આવ્યા છે. પાંચમી ઓગષ્ટના દિવસે કલમ ૩૭૦ને દુર કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ કઠોર નિયંત્રણો લાગી કરવામાં આવ્યા હતા. હવે તમામ નિયંત્રણોને દુર કરી દેવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના સુચના અને જનસંપર્ક વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે તમામ ક્ષેત્રોમાંથી પ્રતિબંધ દુર કરી દેવામાં આવ્યા છે. લેન્ડલાઇન ફોન સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવ્યા છે. કુપવાડા અને હંદવાડામાં મોબાઇલ સેવા પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જા કે અધિકારીઓએ કહ્યુ છે કે હજરતબાલ અને આસપાસના વિસ્તારોમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે નવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે પણ વિભાજન માટે લાવવામાં આવેલા કાનુનમાં મોટા સુધારા કરી દીધા છે. કુલ બાવન જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ ૧૯૦૯ને ૧૯૫૧ કરવામાં આવ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં Âસ્થતીને સામાન્ય બનાવવા લોકોમાં વિશ્વાસ જગાવવા માટેના પ્રયાસો યથાવત રીતે જારી છે.
જમ્મુ કાશ્મીર હાઇકોર્ટે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના બે લોકશબા સાંસદોને પાર્ટીના અદ્યક્ષ પારૂખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મળવા માટેની મંજુરી આપી દીધી છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે અરજી કરનાર હસનેન મસુદી અને અકબર લોન મુલાકાત બાદ મિડિયાની સાથે વાતચીત કરશે નહીં. કાશ્મીરમાં હવે સ્થિતી સામાન્ય કરવામાં આવી રહી છે.