ગણેશ ઉત્સવમાં લાપરવાહીના કારણે ૨૪ કલાકમાં ૪૦ મોત
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવની હવે પૂર્ણાહુતિ થઇ ચુકી છે. આ ગાળા દરમિયાન ભારે ધુમ જાવા મળી હતી. જા કે આ દિવસોમાં લાપરવાહીની કેટલીક ઘટનાઓ બની હતી. ગણેશ વિસર્જનમાં લાપરવાહીની બનેલી ઘટનાઓના કારણે માત્ર ૨૪ કલાકના ગાળામા ંજ ૪૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે.
દેશના જુદા જુદા ભાગોમાં આ તમામ લોકોના મોત થયા છે. આ તમામ ઘટનાઓ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં બની હતી. આ મોતનો આંકડો માત્ર ૨૪ કલાકનો રહ્યો છે. સૌથી વધારે મામલા દિલ્હીમાં બન્યા છે. અહીં વિસર્જન બાદ યમુના નદીમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ તમામ કોલેજ વિદ્યાર્થીઓ હતા. આ પહેલા મધ્યપ્રદેશમાં નૌકા ઉંઘી વળી ગઇ હતી.
આ વખતે ૧૧ દિવસ સુધી ગણેશ ઉત્સવની ધુમ રહી હતી.મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ નજીક શુક્રવારે ખટલાપુરા ઘાટ પર વહેલી પરોઢે ૪.૩૦ વાગે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન નૌકા ઉંધી વળી જવાથી ૧૧ લોકોના મોત થઇ ગયા હતા. આ બનાવને લઇને વિડિયો પણ સપાટી ઉપર આવ્યો હતો. જેમાં ૨૦ સેકન્ડનો ખૌફનાક મામલો દર્શાવવામાં આવ્યો હતો. પ્રતિમા વિસર્જન દરમિયાન એકાએક હાહાકાર મચી ગયો હતો.
ટૂંકમાં જ લોકો પાણીમાં ડુબવા લાગી ગયા હતા. જાન બચાવવા માટે પાણી ઉપર હાથ પગ પછાડતા નજરે પડ્યા હતા. એક બાજુ નૌકામાં રહેલા લોકોએ બચાવવામાં પ્રયાસ કર્યો હતો. લોકો મદદ કરવા માટે તૈયાર હતા પરંતુ યોગ્ય સમય ઉપર મદદ કરવા પહોંચી શક્યા ન હતા. આશરે ૧૫ સેકન્ડ બાદ જ બીજી નૌકા પહોંચી ગઈ હતી
પરંતુ એ ગાળા સુધી ૧૧ લોકોના મોત થઇ ચુક્યા હતા. આ દુખદ ઘટનાને લઇને વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થતાં આઘાતનું મોજુ ત્સવ દરમિયાન લાપરવાહીના લીધે દેશના જુદા જુદા ભાગોમાં અનેક ઘટનાઓ બની હતી. જેને લઈને તપાસ ચાલી રહી છે. સૌથી મોટી ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. ભોપાલમાં ૧૧ લોકોના મોત થયા હતા. બીજી બાજુ દિલ્હીમાં પણ ચારના મોત થઈ ચુક્યા છે. ભોપાલમાં ગણેશ વિર્સજન કર્યા બાદ સૌથી મોટી ઘટના બની હતી. મહારાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં વિર્સજન વેળા ડુબી જવાથી કુલ ૧૮ લોકોના મોત થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશમાં મુરાદાબાદમાં પણ બે લોકોના મોત થયા છે. ઉપરાંત ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. ગણેશ વિર્સજન દરમિયાન શ્રદ્ધાળુઓના ભારે ઘસારાના લીધે પણ કેટલીક ઘટનાઓ બની હતી.