રાજ્ય સરકારની ૨૫ જેટલી યોજનાઓના લાભ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે
નાગરિકોને કુંવરબાઈનું મામેરુ, એસ.ટી.બસ યોજના, બાળ સેવા યોજના, પાલક માતા પિતા યોજના, નીક્ષય પોષણ યોજના, જનની સુરક્ષા યોજના, માનવ ગરીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સોલર રુફટોપ,સોલાર પંપ યોજના, ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજના, સંકટ મોચન યોજના, ઉજ્વલા યોજના, વહાલી દીકરી યોજના,પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ એક જ જગ્યાએથી મળશે
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના મત વિસ્તાર અંતર્ગતના સાણંદ અને બાવળા તાલુકામાં જનહિત લક્ષી યોજનાઓના લાભાર્થે કેમ્પનું આયોજન
કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના સંસદીય મતવિસ્તાર માં સમાવિષ્ટ સાણંદ અને બાવળા તાલુકામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરાશે.
આ વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે માટે સાણંદ અને બાવળા તાલુકામાં તારીખ ૨૫ થી ૨૭મી ઓગસ્ટ સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ ખાતે તારીખ ૨૩મીના રોજ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે
ઉક્તત કેમ્પમાં નાગરિકોને કુંવરબાઈનું મામેરુ, એસ.ટી.બસ યોજના, બાળ સેવા યોજના, પાલક માતા પિતા યોજના, નીક્ષય પોષણ યોજના, જનની સુરક્ષા યોજના, માનવ ગરીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સોલર રુફટોપ,સોલાર પંપ યોજના, ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજના,
સંકટ મોચન યોજના, ઉજ્વલા યોજના, વહાલી દીકરી યોજના,પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના જેવી કુલ-25 યોજનાઓના લાભ આ કેમ્પ મારફતે એક જ સ્થળેથી મળી રહે તે માટેનું સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.