ધ કપિલ શર્મા શોમાં અભિનેત્રી રોલેશ રાવની એન્ટ્રી થશે?
મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં એક સુંદર અભિનેત્રીની એન્ટ્રી થવાની છે. આ હસીના કોઈ અન્ય નહીં પરંતુ જાણીતી અભિનેત્રી રોશેલ રાવ છે. તે ટીવી પર બીજીવાર કપિલ શર્મા શોમાં વાપસી કરી રહી છે. તે છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર હતી. રોશેલ રાવની આ તસવીરો સાથે જુઓ ક્યારે શોમાં તેની વાપસી થઈ રહી છે. અભિનેત્રી રોલેશ રાવ હાલના દિવસોમાં પોતાની વેબ સિરીઝમાં વ્યસ્ત હતી. હવે તે ટેલીવિઝન પર વાપસી કરવા માટે તૈયાર છે. હવે તે ફરી ધ કપિલ શર્મા શોમાં જાેવા મળશે. અભિનેત્રી રોલેશ રાવ પહેલા પણ કપિલ શર્મા શોમાં જાેવા મળી ચુકી છે. પહેલા તેની સફર વધુ લાંબી ચાલીનહીં. પરંતુ હવે આશા કરવામાં આવી રહી છે કે આ વખતે તેની યાત્રા લાંબી ચાલશે. ધ કપિલ શર્મા શોમાં અભિનેત્રી રોલેશ રાવ અને કપિલ શર્માના ફલર્ટિંગ સીન હોય છે.
હવે તેનો રોલ કેવો હશે, તે શો જાેયા બાદ ખ્યાલ આવશે. હાલ કોઈપણ સ્ટારકાસ્ટના રોલનો ખુલાસો થયો નથી. મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચુકેલી રોલેશ રાવે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક જગ્યા બનાવી છે. તે કપિલના શોમાં પોતાના છેલ્લા કાર્યકાળ દરમિયાન સ્પોર્ટ્સ એન્કરિંગ, મોડલિંગની સાથે-સાથે કોમિક ટાઇમિંગવાળા પાત્રો માટે જાણીતી હતી. રોશેલ રાવે જણાવ્યું કે, તે ધ કપિલ શર્મા શો સાથે જાેડાવાની છે. તેણે કહ્યું- હા હું કોમેડીમાં પરત આવી રહી છે.
કોમેડી કરવી મને પસંદ છે. લોકોને હસાવવા સરળ નથી, પરંતુ મને તે પસંદ છે. રોશેલ રાવે ધ કપિલ શર્મા શોમાં લોટરીની ભૂમિકા ભજવી હતી. તેણે કીકૂ શારદાની બહેનની ભૂમિકા ભજવી હતી. લોટરી ડો. મશહૂર ગુલાટીની સહાયક પણ હતી. મહત્વનું છે કે રોશેલ રાવ ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે બિગ બોસ અને નચ બલિયે જેવા શોમાં પણ જાેવા મળી હતી.SSS