Western Times News

Gujarati News

કોઈ વિદેશીઓનું અપહરણ કરાયું નથી: તાલિબાન

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ નજીકથી અપહરણ કરાયેલા ભારતીયો સહિત તમામ ૧૫૦ લોકો સુરક્ષિત છે. અફઘાન મીડિયા અનુસાર તાલિબાન આ લોકોના પાસપોર્ટ ચકાસી રહ્યા છે. તાલિબાન અપહરણકર્તાઓએ તેમને કહ્યું કે તમામ લોકોને કાબુલ એરપોર્ટ પર પાછા લઈ જવામાં આવશે. અપહરણ કરાયેલા લોકોમાં મોટાભાગના ભારતીય છે પરંતુ તેમાં અફઘાન નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ કાબુલ એરપોર્ટ પર વિદેશી નાગરિકોના અપહરણ મામલે તાલિબાને કહ્યું કે, કોઈ વિદેશી નાગરિકોનું અપહરણ થયું નથી, માત્ર કેટલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાે કે, આ ઘટનાની હજુ સુધી સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન તાલિબાને અફઘાન મીડિયા સાથેની વાતચીતમાં ભારતીયોના અપહરણના સમાચારને નકારી કાઢ્યા છે. આ તમામ લોકોનું આજે સવારે કાબુલના હમીદ કરઝાઈ એરપોર્ટ નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. એક સૂત્રે અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા કાબુલ નાઉને કહ્યું કે તે કોઈક રીતે તેની પત્ની અને કેટલાક અન્ય લોકો સાથે ભાગી જવામાં સફળ રહ્યો. તેણે કહ્યું કે તે બધા ૮ મીની વાનમાં બેઠા હતા અને રાતના ૧ વાગ્યો હતો. આ લોકો કાબુલ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ અંદર પ્રવેશી શક્યા નહીં.

આ પછી તાલિબાનીઓનું એક ગ્રુપ આવ્યું અને તેઓ તેમને તારાખિલ લઈ ગયા જે કાબુલની પૂર્વમાં સ્થિત છે. આ દરમિયાન ભારતીયો સાથે મારપીટ કરવામાં આવી હતી. સૂત્રએ કહ્યું કે તેઓ મિનિવાનના મિરર ખોલીને કૂદીને કઈંક રીતે પોતાનો જીવ બચાવ્યો. તાલિબાને ભારતીયોને કહ્યું કે તેઓ તેમને બીજા દરવાજાથી લઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય અધિકારીઓની ટીમ ભારતીય નાગરિકોને સલામત રીતે બહાર કાવા માટે કાબુલ એરપોર્ટની બહાર હાજર છે. આ અધિકારીઓ ફસાયેલા ભારતીયોને મદદ કરી રહ્યા છે.

આ ઘટના એવા સમયે બની રહી છે જ્યારે તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કથળી રહી છે. ઘણા ભારતીયો અફઘાનિસ્તાનમાં પણ ફસાયેલા છે. ભારત સતત કાબુલમાંથી પોતાના લોકોને બહાર કાઢવાના અભિયાનમાં વ્યસ્ત છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ટૂંક સમયમાં ૮૫થી વધુ ભારતીયો સાથે પહોંચવાનું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.