Western Times News

Gujarati News

કાબુલ એરપોર્ટની બહાર ૨૨૦ ભારતીયો ફસાયા

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ બહાર લગભગ ૨૨૦ જેટલા ભારતીયો હાજર છે. જે અંદર પ્રવેશવાની રાહ જાેઈ રહ્યા છે. ઈન્ડિયન એરફોર્સનું સી૧૭ વિમાન ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચી ચૂક્યું છે. તમામ ભારતીયો છેલ્લા છ કલાકથી રાહ જાેઈ રહ્યા છે. જેમ જેમ ઈન્તેજાર વધી રહ્યો છે તેમ તેમ જાેખમ પણ વધી રહ્યું છે. કારણ કે કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં તાલિબાનીઓ હાજર છે. આ બધા વચ્ચે એક સી૧૩૦એ ૯૦ ભારતીયોને લઈને ઉડાણ ભરી લીધી છે.

આ ભારતીયોને ગઈ કાલે બ્રિટિશ સૈનિકો સુરક્ષિત રીતે એરપોર્ટ લાવ્યા હતા. તમામ ભારતીયો બસોમાં સવાર થઈને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા છે. પરંતુ હજુ તેમને અંદર દાખલ થવા દીધા નથી. અમેરિકી સૈનિકોએ તેમની બસોને એરપોર્ટ બહાર જ રોકી છે. છેલ્લા ૬ કલાકથી ભારતીય નાગરિકો ત્યાં રાહ જાેઈ રહ્યા છે. તેમણે સુરક્ષાનો હવાલો આપીને જલદી અંદર દાખલ થવાની માગણી કરી છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહ્યું છે. કેટલાક નાગરિકોને અગાઉ કાબુલથી એરલિફ્ટ કરી લેવાયા હતા. એરફોર્સનું ઝ્ર૧૭ વિમાન અન્ય ભારતીયોને લેવા માટે કાબુલ પહોંચ્યું છે. જાે કે ક્યાંરનું તે વિમાન રનવે પર ઊભું છે. કારણ કે ભારતીયોને હાલ એરપોર્ટમાં દાખલ થવાની મંજૂરી મળી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.