બે શખ્સોએ વિદ્યાર્થિનીને મારી નાખવાની ધમકી આપી
રાજકોટ, રાજકોટ શહેરમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે આવેલા સીટી બસ સ્ટોપ પર બસની રાહ જાેઈને ઉભેલી વિદ્યાર્થીની સાથે બે જેટલા શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે આવેલા સિટી બસ સ્ટોપ પર સગીર વયની વિદ્યાર્થિની બસની રાહ જાેઇને ઉભી હતી.
આ સમયે લક્ષ્મીના ઢોળા પર રહેતા બે છોકરાઓએ તેની સાથે અડપલા કરી તેની છેડતી કરી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ તેની સાથે ગેરવર્તન કરવાનું ના પાડતાં બંને શખ્સોએ વિદ્યાર્થીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે વિદ્યાર્થિનીએ બનાવ અંગે પરિવારને જાણ કરતાં પરિવારજનો દ્વારા સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પરિવારજનોની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે અનુજ મકવાણા અને તનીકેશ વાળા સામે કલમ ૩૫૪ (એ), ૫૦૪, ૫૦૬ (૨), તથા પોક્સો ની કલમ હેઠળ ગુનો આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૧૮ઓગસ્ટના રોજ બપોરના બાર વાગ્યા આસપાસ વિદ્યાર્થીની શાળાએથી છૂટીને કોટેચા ચોકમાં આવેલ બસ સ્ટોપ પર બસની રાહ જાેતી ઊભી હતી. આ સમયે અનુજ અને તનીકેશ તેની પાસે આવ્યા હતા અને તેની સાથે બિભત્સ વાતો કરવાની ચાલુ કરી હતી.
દરમિયાન વિદ્યાર્થિનીની આ પ્રકારની બીભત્સ વાતો કરવાની ના પાડતા બન્ને શખ્સો દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાદમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ત્યારે સગીર વયની વિધાર્થિની સાથે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરનારા બન્ને નરાધમો ક્યારે ઝડપાય છે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે. થોડા દિવસ પહેલા રાજકોટમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો.
હોટેલ પાર્ક ઇનમાં છેલ્લા બે માસથી એક સગીરા હોટલમાં રહેતી હોવાની બાતમી મુંબઈના એનજીઓ દ્વારા રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ અને ત્યારબાદ રાજકોટ મહિલા પોલીસને આપવામાં આવી હતી.SSS