અમદાવાદમાં પોટ હોલ પેચીંગ મશીન દ્વારા પેચ વર્કની કામગીરી
અમદાવાદ શહેરમાં હાલમાં બધાજ ઝોનમાં અત્યાધુનિક પોટ હોલ પેચીંગ મશીન જેવા કે જેટ પેચર દ્વારા પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહેલ છે . “ જેટ પેચર કોલ્ડ ઇમલ્કન ઇન્જકશન પોટ હોલ પેચીંગ મશીન છે ” સદર મશીન દ્વારા જ્યા પણ પોટ હોલ હોય તે સ્થળે પોટ હોલને કટ કરી વ્યવસ્થીત શેપ આપી ત્યારબાદ કોમપ્રેસરથી સફાઇ કરી તેજ નોઝલ વડે ઇમલ્ટનનું એ કરવામાં આવે છે ત્યારબાદ ઇમલ્ટન , ગ્રીટ ડીઝાઇન મુજબના રેશીયામાં તૈયાર કરેલ મીકસ કે જે આજ મશીનના હોપરમાં હોઇ તેનાથી નોઝલ વડે હાઇ પ્રેશરથી પોટ હોલ પર ઇજેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ તેના પર ફરી ઇમસ્જનનો કરીને પ્લેટ કોમપેકટરથી કોપેકશન કરવામાં આવે છે.
આ ટેકનોલોજીના કારણે આશરે બે કલાકની અંદરજ ટ્રાફીક મુવમેન્ટ ચાલુ કરી શકાય છે . હાલમાં અમદાવાદ શહેરમાં આવેલા સાતેય ઝોનમાં રાઉન્ડ ધી ક્લોક સદર જેટ પેચીંગ મશીનથી પેચ વર્કની કામગીરી કરવામાં આવે છે . એક મશીન દ્વારા દિવસ દરમીયાન રાઉન્ડ ધી ક્લોક અંદાજીત ૩૦૦ થી ૩૫૦ ચો . મી . જેટલા પેચની કામગીરી કરી શકાય છે . અત્યાર સુધી શહેરનાં જુદા જુદા ઝોનમાં થઇ આશરે ૧૪ , 00 ચો . મી . જેટલી કામગીરી કરવામાં આવેલ છે .
મે , મ્યુનિસીપલ કમિશનરશ્રી દ્વારા ડે . મ્યુનિસીપલ કમિશનરશ્રી તથા ઇજનેર વિભગના અધિકારીઓ સાથે મીટીંગ કરી તાકીદે પેચ વર્કના કામગીરી પુર્ણ કરવા સુચના આપવામાં આવેલ તેમજ ફીલ્ડમાં રહી કામગીરી તાકીદે થાય તે મુજબની કાર્યવાહી કરવા જણાવેલ છે .
મ્યુનિસીપલ કમિશનરશ્રી દ્વારા ગત રાત્રી દરમ્યાન શહેરના જુદા જુદા ઝોનમાં ચાલતી પેચ વર્કની કામગીરીનું નિરીક્ષણ કરી સુચના આપવામાં આવેલ , મ્યુનિસીપલ કમિશનરશ્રી દ્વારા ગત રાત્રીએ પૂર્વ ઝોનમાં જશોદાનગર , ઝોનમાં જગન્નાથ મંદિરની પેચ વર્કની કામગીરી નીહાળી તથા પશ્ચિમ ઝોનમાં અત્યાધુનિક પેચીંગ મશીન ઇન્સ્ટ્રારેડની કામગીરી જીવરાજ પાર્ક ખાતે તથા જેટ પેચરની કામગીરી આઝાદ સોસાયટી તેમજ કેશવબાગની કામગીરીનું નિરીક્ષણ કરેલ તદુપરાંત સી . જી . રોડ ડેવલોપમેન્ટના ભાગ રૂપે થતી આર . એમ . સી . દ્વારા કોન્ક્રીટની કામગીરીનું નિરીક્ષણ કરેલ . આમ અમદાવાદ મ્યુનિસીપલ કોપોરેશનનું સમગ્ર તંત્ર પેચ વર્કની કામગીરી તાકીદે પૂર્ણ કરવા અથાગ પ્રયત્ન કરી રહેલ છે તેમજ શહેરીજનોને અગવડ ના પડે તે મુજબ કાર્ય પૂર્ણ કરવા કટિબધ્ધ છે .