અમદાવાદમાં પ્રેસ, ડૉક્ટર કે પોલીસનું લખાણ લખનાર વાહન ચાલકો સામે કાર્યવાહી થઇ
અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એટલા માટે અમદાવાદ પોલીસ દ્વારા સમયાંતરે અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે. જેમાં નિયમ ભંગ કરતા લોકોને પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે અને બીજી વખત ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સૂચન કરવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી જેમાં વાહન પર પ્રેસ, ડૉક્ટર કે, પછી એડવોકેટનું લખાણ લખ્યું હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ ૧૩થી ૧૯ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવી હતી.
અમદાવાદ પોલીસે આ ડ્રાઈવ દરમિયાન ૨૩૭ વાહનચાલકોને દંડ કર્યો હતો. આ ૨૩૭ જેટલા વાહન ચાલકોએ તેમના વાહન પર અલગ-અલગ પ્રકારનું લખાણ લખેલું હતું અને તેમની પાસેથી ૧,૨૩,૦૦૦ના દંડની વસૂલાત કરી હતી. જ્યારે ડ્રાઇવ શરૂ કરવામાં આવી ત્યારે ૧૩ ઓગસ્ટના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વાહન પર અલગ-અલગ પ્રકારનું લખાણ લખેલા ૪૮ જેટલા વાહનો પકડાયા હતા અને તમામ વાહન ચાલકો પાસેથી કુલ ૨૪ હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, વાહનો પરથી પોલીસે પોલીસ, ઁ, એડવોકેટ, ડૉક્ટર અને પ્રેસના લખાણો પણ દંડ કર્યા બાદ દૂર કરાવ્યા હતા.આ બાબતે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વાહનચાલકો વિરૂદ્ધ મોટર વ્હીકલ એક્ટમાં કરેલ જાેગવાઈ પ્રમાણે જ દંડની વસૂલાત કરી શકાય અને આ પ્રકારે જ વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત છે કે, અમદાવાદ પોલીસ દ્વારા અગાઉ નિયમ ભંગ કરતાં પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક ત્નઝ્રઁ દ્વારા નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી. તેથી ટ્રાફિક પોલીસ દ્વારા ૨૩ જુલાઈથી ૨૯ જુલાઈ સુધી એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે પોતાના વાહનમાં ઁ લખ્યું હોય, પોલીસકર્મી ત્રણ સવારીમાં હોય, પોલીસકર્મીએ બાઈક ચલાવતા સમયે હેલમેટ ન પહેર્યો હોય. આ ઉપરાંત તેમની કારમાં તેને બ્લેક ફિલ્મ લગાવી હોય તો તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા ૭૭ જેટલા નિયમ ભંગ કરતા પોલીસકર્મી પાસેથી ૫૭ હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી.HS