કાશ્મીરના અરનિયા સેક્ટરમાં શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે(સોમવાર, ૨૩ ઓગસ્ટ) સવારે આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ છે. આ શંકાસ્પદ વસ્તુ લાલ અને પીળા રંગની ચમકી રહી હતી.
સીમા સુરક્ષા બળ(બીએસએફ) માહિતી આપી છે કે આજે લગભગ ૫.૩૦ વાગે આંતરરાષ્ટ્રીય સીમા પાસે અરનિયા સેક્ટરમાં આપણા અગ્રીમ સૈનિકોએ આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી જાેઈ હતી. જે લાલ અને પીળા રંગની ચમકી રહી હતી. આપણા સૈનિકોએ ઉડતી વસ્તુ પર તરત જ ૨૫ એલએમજી ફાયરિંગ કર્યુ. ફાયરિંગ બાદ ઉડતી વસ્તુ અમુક ઉંચાઈ સુધી પહોંચી ગઈ અને પાકિસ્તાન તરફ જતી રહી. બીએસએફે કહ્યુ છે કે પોલિસની મદદથી વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ છે કે અમે આખા વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ કર્યુ છે.
રિપોર્ટ મુજબ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે ઉડતી શંકાસ્પદ વસ્તુ માનવ રહિત હવાઈ વાહન(યુવી) હતુ. ડ્રોનને બેઅસર કરવા માટે જવાનોએ ફાયરિંગ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે જૂનમાં એરફોર્સ સ્ટેશન જમ્મુ પર થયેલ ડ્રોન હુમલાના કારણે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર ડ્રોન દેખાવાની સંખ્યા વધી ગઈ છે.
આ હુમલામાં ભારતીય વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. આંતરરાષ્ટ્રીય સીમા પાસે વારંવાર યુએવી દેખાવાને લઈને ગૃહ મંત્રાલયે માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)નુ કડકાઈથી પાલન કરવાના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે કે જેવુ આકાશમાં ડ્રોન, પેરાગ્લાઈડર, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, ગરમ હવાના ફૂગ્ગા દેખાય તો તેના પર તરત જ એક્શન લેવામાં આવે.HS