સજ્જતાની જરૂર સરકારને છે શિક્ષકો ને નહિ: કોંગ્રેસ
અમદાવાદ, શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. તેમણે જણાવ્યુ કે, સર્વેક્ષણના નામથી શિક્ષકોને ડરાવવામાં આવી રહ્યા છે. કન્યા શિક્ષણ, મધ્યાહન ભોજનની વ્યવસ્થા કોંગ્રેસ લાવી છે. રાજ્યમાં આવેલી ડીઈઓ કચેરીને સજ્જ કરવાની જરૂર છે.
રાજ્યના શિક્ષણપ્રધાન પોતાની નિષ્ફળતા છુપાવવા યુપીએ સરકાર પર આક્ષેપ કરે છે. ભાજપની ભ્રષ્ટ સરકાર માળતિયાઓને વાલીઓને લૂંટવાનો પરવાનો આપે છે. આજે રાજ્યમાં શિક્ષક વિનાની શાળા અને શાળા વીનાનું ગામ એ ભાજપની દેન છે. રાજ્યમાં શિક્ષકોની બદલીથી લઈને ઉત્તરવહી છાપવામાં ભષ્ટ્રાચાર થાય છે. શિક્ષકોને ૪૦ વધુ બિનશિક્ષણિક કામો સોંપવામાં આવે છે. અને ગુજરાતની ડ્ઢઈર્ં કચેરીઓ ભષ્ટ્રાચારનું એપી સેન્ટર બની છે.HS