Western Times News

Gujarati News

ભારત કોવિડના સ્થાનિક તબક્કામાં પ્રવેશ કરી શકે છે: ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં નિમ્ન કે મધ્યમ સ્તરનુ સંચરણ ચાલી રહ્યુ છે. સ્થાનિક અવસ્થા ત્યારે હોય છે જ્યારે કોઈ વસ્તી વાયરસ સાથે રહેતા શીખે છે. આ મહામારીના તબક્કાથી ખૂબ અલગ છે જ્યારે વાયરસ કોઈ વસ્તી પર હાવી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે દેશના અમુક રાજ્યોમાં સતત સામે આવી રહેલા કોરોના કેસોના કારણે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

કોવેક્સીનને મંજૂરી આપવા પર તેમણે કહ્યુ કે તેમને પૂરો વિશ્વાસ છે કે ડબ્લ્યુએચઓના ટેકનિકલ સમૂહ કોવેક્સીનને તેના અધિકૃત રસીને મંજૂરી આપવા માટે સંતુષ્ટ હશે અને તે સપ્ટેમ્બરના મધ્ય સુધી થઈ શકે છે. સમાચાર વેબસાઈટ ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતના આકાર અને દેશના વિવિધ ભાગોમાં જનસંખ્યાની વિવિધતા અને ઈમ્યુનિટીને જાેતા આ ઘણુ સંભવ છે કે આ પ્રકારની સ્થિતિ ચાલુ રહી શકે છે. ભારત કોવિડના સ્થાનિક તબક્કામાં પ્રવેશી શકે છેઃ

તેમણે કહ્યુ કે આપણે કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં નિમ્ન સ્તરનુ સંચરણ કે મધ્યમ સ્તરનુ સંચરણ ચાલી રહ્યુ છે પરંતુ અમે એ પ્રકાની ઘાતક વૃદ્ધિ અને પીક નથી જાેઈ રહ્યા જે આપણે અમુક મહિના પહેલા જાેઈ હતી. આ બહુ સંભવ છે કે દેશના વિવિધ ભાગોમાં ઉતાર- ચડાવ સાથે સ્થિતિ આવી જ જળવાઈ રહે, ખાસ કરીને જ્યાં અતિ સંવેદનશીલ વસ્તી વધુ છે, જે સમૂહો જે કદાચ પહેલી અને બીજી લહેરોથી ઓછા પ્રભાવિત હતા.

તેમણે કહ્યુ કે આશા છે કે ૨૦૨૨ના અંત સુધી આપણે એ સ્થિતિમાં હોઈશુ કે આપણે વેક્સીન કવરેજ મેળવી લીધી હશે. ત્યારબાદ દેશ ઘણી હદ સુધી સામાન્ય સ્થિતિમાં આવી જશે. બાળકોમાં કોવિડના પ્રસાર પર સ્વામીનાથને કહ્યુ કે માતાપિતાએ ગભરાવાની જરૂર નથી. બાળકોને સૌભાગ્યથી મોટાભાગે બહુ હળવી બિમારી હોય છે અને બહુ ઓછા બાળકો હોય છે જે વધુ બિમાર થઈ જાય છે. અમુક મોત થશે પરંતુ વયસ્ક વસ્તીની સરખામણીમાં બહુ જ ઓછા…પરંતુ તૈયારી કરવી વધુ સારી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.