Western Times News

Gujarati News

આઇપીએલ ટૂર્નામેન્ટની વચ્ચે કેટલાક નવા ચહેરા મેદાન પર દેખાઈ શકે છે

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ-૧૪ના બીજા ચરણની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટૂર્નામેન્ટની વચ્ચે રમાયેલી મેચોમાં કેટલાક નવા ચહેરા મેદાન પર દેખાઈ શકે છે. તેમા શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસારંગા અને ફાસ્ટ બોલર દુષ્મંત ચામીરા, સિંગાપોરના ટિમ ડેવિડ, ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેન ગ્લેન ફિલિપ્સ જેવા ખેલાડી સામેલ છે. ફ્રેન્ચાઈઝીએ આ ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.

દુનિયાભરની લીગ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ટિમ ડેવિડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આરસીબીએ ન્યૂઝીલેન્ડના ફિન એલનની જગ્યાએ ટિમ ડેવિડને ટીમમાં સામેલ કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનના બીજા ચરણમાં પહેલીવાર સિંગાપોરના કોઈ ક્રિકેટરને તેનો હિસ્સો બનાવશે. ડેવિડ ઓસ્ટ્રેલિયન મૂળનો ખેલાડી છે અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સિંગાપોરનું પ્રતિનિધિત્વ કરે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદેે પોતાના તમામ ૧૦૬ સભ્ય દેશોને ટી૨૦ આંતરરાષ્ટ્રીય દરજ્જાે આપ્યો છે. છ ફૂટ પાંચ ઈંચના ડેવિડે ૧૫૮ કરતા વધુ સ્ટ્રાઈક રેટ સાથે ૧૪ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચોમાં ૫૫૮ રન બનાવ્યા છે.

તેણે કુલ ૫૦ ટી૨૦ મેચોમાં બેટિંગ કરી છે, જેમાં બીબીએલ (ઓસ્ટ્રેલિયા) અને પીએસએલ(પાકિસ્તાન)માં પ્રતિનિધિત્વ પણ સામેલ છે. તેણે આ દરમિયાન ૧૫૫ કરતા વધુ સ્ટ્રાઈક રેટથી ૧૧૮૬ રન બનાવ્યા છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસારંગાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હસારંગાને એડમ ઝામ્પાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

હસારંગાએ ભારતીય ટીમ વિરુદ્ધ પોતાની ટીમને ટી ૨૦ સીરિઝમાં જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હસારંગાએ ત્રણ મેચોમાં સાત વિકેટ લીધી હતી. ત્રીજી ટી ૨૦માં હસારંગાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં કમાલ કર્યો હતો. તેણે ચાર વિકેટ લીધી હતી અને અણનમ ૧૪ રન બનાવીને ટીમને સીરિઝમાં જીત અપાવી હતી.

હસારંગાએ અત્યારસુધીમાં ૪ ટેસ્ટ મેચ રમી છે અને ૪ વિકેટ લીધી છે. તેણે ૨૮ની સરેરાશથી ૧૯૬ રન બનાવ્યા છે. વનડેમાં હસારંગાએ ૨૬ મેચ રમી છે અને ૨૬.૭૦ની સરેરાશથી ૫૩૪ રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૨૫ વિકેટ પણ લીધી છે. જ્યારે ટી૨૦માં તેણે ૨૨ મેચોમાં ૩૩ વિકેટ લીધી છે અને ૧૯૨ રન બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડના ૨૪ વર્ષીય બેટ્‌સમેન ગ્લેન ફિલિપ્સ આઇપીએલ-૧૪માં રાજસ્થાન રોયલ્સ માટે રમતો દેખાશે. ફિલિપ્સને જાેસ બટલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બટલર બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે. તેણે અંગત કારણોસર આઇપીએલમાંથી પોતાનું નામ પાછું લીધુ છે. ફિલિપ્સ ઘરેલું ક્રિકેટમાં ઓકલેન્ડ તરફથી રમે છે. તેણે ન્યૂઝીલેન્ડ તરફથી પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વર્ષ ૨૦૧૭માં ટી૨૦ સીરિઝમાં કર્યું હતું. ગ્લેન ફિલિપ્સે ૨૫ ટી૨૦માં કુલ ૫૦૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૪૯.૭૦ રહ્યો છે. આ ઉપરાંત, ફિલિપ્સ વર્લ્‌ડમાં ઘણી ક્રિકેટ લીગ રમે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.