ઈરાનના કંદોવનામાં લોકો ઉંદરના દર જેવા ઘરમાં રહે છે

નવી દિલ્હી, આમ તો તમે વિવિધ પ્રકારના ઘર જાેયા હશે. અલગ અલગ પ્રકારની ડિઝાઈનના લીધે ઘરનું અનોખું આકર્ષણ જાેવા મળતું હોય છે. પરંતુ કેટલાક એવા ઘર હોય છે જે અચરજમાં મૂકી દેતા હોય છે. મોટા ભાગે તમે ઉંદરને પોતાના દરમાં આંટાફેરા કરતા જાેયા હશે. બાળપણમાં આપણને વિચાર આવતો હતો કે આટના નાના દરમાં ઉંદર કેવી રીતે રહેતા હશે. ત્યારે કેટલીક એવી જ અજબોગરીબ વસ્તુઓ અંગે તમને બતાવીશું કે તમે પણ હેરાન થઈ જશો. અહીં ઉંદરના દરમાં માણસો વસે છે. અન એવું એક બે નહીં પણ આખું ગામ છે.
તો આવો જાણીએ એવા અનોખા ગામ અંગે. ઉંદરના દર જેવું દેખાતું આ ગામ છે ઈરાનના કંદોવનમાં. સેંકડ વર્ષોથી અહીં લોકો ઉંદરના દર જેવા દેખાતા ઘરોમાં જ રહે છે. પરંતુ તેની પાછળની કહાની પણ રોચક છે. જેટલા વિચત્ર દેખાય છે તેટલા ખાસ હોય છે આ ઘર. દુનિયામાં અનેક એવા ગામ છે જે પોતાની સુંદરતાના કારણે તો કેટલાક ગામ પોતાની અજીબ પરંપરાઓના લીધે જાણીતા હોય છે.
પરંતુ ઈરાનનું કંદવન ગામ લોકોના મકાનના આકારના લીધે જાણીતું છે. અહીં ઘર ઉંદરના દર જેવા જ બનાવવામાં આવ્યા છે. આ જાેઈને થોડું આશ્ચર્ય જરૂર થાય છે પરંતુ આ મકાનની પણ ખાસ વિશેષતાઓ હોય છે. જેથી અહીં આવા જ મકાનો બનાવાય છે. આ દેખાવમાં ભલે અજીબ લાગતા હોય છે પરંતુ રહેવા માટે ખુબ જ આરામ દાયક હોય છે. એક રિપોર્ટ મુજબ આ ગામ ૭૦૦ વર્ષ જૂનું છે.
અહીં રહેનાર લોકોને ના તો હીટરની જરૂર પડે છે કે ના તો છઝ્રની. ગરમીની ઋતુમાં આ ઘર એકદમ ઠંડા રહે છે. અને ઠંડીની ઋતુમાં ઘરમાં ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે આ ઘર કેવી રીતે બનાવાયા છે તે સવાલ તમામના મનમાં જરૂર થશે. અહીં વસતા લોકોના મતે ઈરાનિઓએ આ ગામ હુમલાખોરોથી બચવા માટે બનાવ્યા હતા. કંદોવન ગામના મૂળ નિવાસીઓએ મંગોલોથી બચવા માટે આવા ઘર બનાવ્યા હતા. છૂપાવવા માટે તે જ્વાલામુખીની ખડકોમાં ખોદકામ કરતા હતા. અને તે તેમનું કાયમી રહેઠાણ બની જતું હતું. દુનિયાભરમાં આ ગામ પોતાના અનોખા ઘરોના લીધે જાણીતું બન્યું છે.SSS