Western Times News

Gujarati News

બ્રિટનના કેફેમાં સેન્ડવીચ, કોફી ટોયલેટમાં પીરસાય છે

addiction of coffee in youngsters

પ્રતિકાત્મક

બ્રિસ્ટલ, દુનિયામાં અનેક એવી અજીબોગરીબ જગ્યાઓ છે જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. આવી જ એક બ્રિટનમાં જગ્યા છે ક્લોકરૂમ કેફે. આ કેફેની ઐતિહાસિક બિલ્ડીંગ અને મોડર્ન ડિઝાઈન લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. આ કેફેમાં જે કોઈપણ આવે છે, તે ફરી વાર આવવા તૈયાર હોય છે. બ્રિટનના બ્રિસ્ટલમાં આવેલ ક્લોકરૂમ કેફેમાં લોકો ઈતિહાસની એક ઝલક મેળવવા માટે અહીંયા આવે છે. દુનિયાની તમામ જૂની બિલ્ડીંગ્સને હોટલ, ચર્ચ, એપાર્ટમેન્ટમાં ફેરવવામાં આવી છે. વર્ષ ૧૯૦૪માં બનેલ એક પબ્લિક ટોયલેટ કેફેમાં ખોલવામાં આવ્યું છે. આ કેફેમાં લોકો ખૂબ જ મોજથી ખાવા પીવાનું પસંદ કરે છે.

આ કોફી હાઉસ બ્રિસ્ટલના વુડલેન્ડ રોડ પર બનાવવામાં આવ્યું છે. આ કેફે જે બિલ્ડીંગમાં બનાવવામાં આવ્યું છે, તે બિલ્ડીંગનું નિર્માણ ૨૦મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગ વર્ષ ૧૯૦૪માં બનાવવામાં આવી છે અને વર્ષ ૨૦૧૭માં કેફેમાં પરિવર્તિત કરવામાં આવી છે. બિલ્ડીંગના જે ભાગમાં કેફે બનાવવામાં આવ્યું છે, તે એક પબ્લિક ટોયલેટ અને રેસ્ટરૂમ હતો. આ ઈમારતની હરાજી કરવામાં આવી, ત્યારે Alfred Fitzgerald નામના વ્યક્તિએ રૂ.૨ કરોડમાં આ બિલ્ડીંગ ખરીદી હતી.

૩૮ વર્ષીય એલ્ફ્રેડ જણાવે છે, તેઓ કેફે ખોલવાનું બિલ્કુલ પણ વિચારી રહ્યા નહોતા, પરંતુ તેમને આ જગ્યા એટલી હદે પસંદ આવી કે તેમણે આ બિલ્ડીંગમાં કોફી હાઉસની શરૂઆત કરી છે. આ કેફે હાઉસમાં ૧૦૦ વર્ષથી પણ જૂની ટાઈલ્સવાળી દીવાલ છે. ઉપરાંત આ કેફે હાઉસમાં મોનોક્રોમ ફ્લોરિંગ અને વિસ્ટોરિયન ટેન્ક સાથે લાકડાની છત પણ છે. જ્યાં તમે ઈતિહાસના કોઈ ખૂણામાં બેસીને કોફીનો આનંદ લઈ રહ્યા હોવ તેવું લાગે છે. આ જગ્યાને હેન્ગિંગ પ્લાન્ટ્‌સ, લો લાઈટ્‌સ અને ગ્લાસ કાઉન્ટરટોપ્સની મદદથી મોડર્ન લુક આપવામાં આવ્યો છે.

બ્રિસ્ટલમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓ જગ્યાને જાેઈને જૂની વાતો યાદ કરે છે. તે સમયે આ સ્થળ પર ટોયલેટ બનાવવામાં આવ્યા હતા. આ કેફેમાં હંમેશા કોફી અને સેન્ડવીચની સુગંધ આવતી રહે છે. આ કેફેના ફ્રેશ કોફી બીન્સ, જ્યૂસ ઓર્ગેનિક મિલ્ક, બેક્સ બ્રેડ અને હેન્ડમેડ સેન્ડવીચ ખૂબ જ પ્રચલિત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.