Western Times News

Gujarati News

રીંછ મહિલાનું એમેઝોન પેકેજ ચોરીને ભાગી ગયો

વોશિંગટન, અમેરિકાના Connecticut રાજ્યમાં એક મહિલા એના Amazon પેકેજના ગાયબ થવા પર ભારે હેરાન હતી. આ અંગે તપાસ કરતાં જ્યારે તેણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો, જાેઇને અંચબામાં જ પડી ગઇ હતી. તેનું એમેઝોન પેકેજ ચોરી કરનાર કોઇ વ્યક્તિ ન હતું પરંતુ એક રીંછ હતું. હવે ઇન્ટરનેટ પર આ ઘટનાની સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહી છે. જેમાં એક રીંછ અમેઝોન ડિલિવરી બોક્સ મોં માં દબાવીને જતું જાેવા મળે છે.

સીસીટીવી ફૂટેજ જાેઇને મહિલાએ અમેઝોન પેકેઝ ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી. તેણે ફેસબુક પર ફૂટેજ શેર કરતાં લખ્યું-આ મારું પેકેજ ચોરી ગયું. તમને લાગે છે કે રીંછ દ્વારા પેકેજ ચોરી થતાં એમેઝોન બીજુ પેકેજ મોકલશે? જાેકે આ ઘટનાની વિડીયો ફૂટેજ પર લાખો લોકો પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

એમેઝોનની કસ્ટમરે જણાવ્યું કે, પેકેજ ડિલિવર થયાના પાંચ મિનિટ પછી સિક્યોરિટી સિસ્ટમે એલર્ટ કર્યું હતું અને જ્યારે એણે ફૂટેજ જાેઇ તો ચોંકી ગઇ હતી. મહિલાએ આગળ કહ્યું કે રીંછે પાર્સલ પાડોશીના યાર્ડમાં છોડી દીધુ હતું જેમાં ટોયલેટ પેપરના રોલ હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.