Western Times News

Gujarati News

કાબુલ એરપોર્ટ પર જે કંઇ થયું તો તે માત્ર ટ્રેલર હતું: અમરૂલ્લાહ સાલેહ

કાબુલ, અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે જ્યાં સુધી દુશ્મન નહીં માને અને અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવા દેવા કોઈ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી અમે લડીશું. તે તાલિબાનિસ્તાન ન બનવું જાેઈએ. અમરૂલ્લાહ સાલેહે ઈન્ટરવ્યુમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર જે કંઈ પણ થયું તે માત્ર ફિલ્મનું ટ્રેલર હતું. સાલેહ તેના વિશ્વસનીય સશસ્ત્ર લડવૈયાઓ અને અહમદ મસૂદ સાથે પંજશીરમાં છે.

અમેરિકા પર અમરુલ્લાએ કહ્યું, અમે જાેઈ રહ્યા છીએ કે તાલિબાનીઓ શું કરી રહ્યા છે. અમે જાેઈ રહ્યા છીએ કે દુનિયાભરનું મીડિયા અમારા વિશે કેવી રીતે નકારાત્મક લખી રહ્યું છે. અમેરિકા એક વૈશ્વિક શક્તિ છે, તેમની પાસે સૌથી શક્તિશાળી સેના છે અને અમે ક્યારેય તેમના વિશે ખરાબ વિચાર્યું નથી, આ ર્નિણય બતાવે છે કે કેવી રીતે ખોટો રાજકીય ર્નિણય સુપર પાવરને પણ નીચે લાવી શકે છે. આ બધું ક્યારેય યુએસ મિલિટરી કે યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી માટે નહોતું. તે માત્ર એક ખોટો ર્નિણય હતો અને તેણે તેના પરિણામો ભોગવવા પડશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગ્રાઉન્ડ લેવલ પર જે થયું તે અફઘાન સરકારની અસમર્થતા તરીકે જાેવાવુું જાેઈએ? તો સાલેહે કહ્યું કે, હું સ્વીકારું છું કે મેં આ બધામાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ શું અમેરિકન ર્નિણયમાં અમારી ભૂમિકા હતી? અમે તેના ર્નિણયને પ્રભાવિત કરી શક્યા નહીં, અફઘાનિસ્તાનમાં જે પણ થયું, હું બે વર્ષથી આ પરિણામો વિશે ચેતવણી આપી રહ્યો છું. હવે તે માત્ર તેના કર્મના પરિણામો ભોગવી રહ્યા છે. તે એક રાજકીય ર્નિણય હતો, તેનો સેના કે ગુપ્તચર એજન્સી સાથે કોઈ સંબંધ નથી.

તાલિબાન અહીં કોઈ યુદ્ધ નથી જીત્યુ. તે વોશિંગ્ટનના રાજકીય ર્નિણયોની હાર છે જેણે આ પરિસ્થિતિ સર્જી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને જાહેરાત કરી છે કે તે તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનમાંથી અમેરિકનો, જાેખમમાં મુકાયેલા અફઘાન અને અન્ય લોકોને બહાર કાઢવા માટે જાેખમી એરલિફ્ટ પૂર્ણ કરવા માટે તેમની ૩૧ ઓગસ્ટની સમયમર્યાદાને વળગી રહેશે. આ ર્નિણયથી તેના સાથી નેતાઓમાં બાઈડનની ટીકા થઈ રહી છે, જે લોકોને બહાર કાઢવા થોડો વધુ સમય માંગતા હતા, આ નેતા માને છે કે બિડેન તાલિબાનની સમયમર્યાદાની માંગને વશ થઈ ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.