સૌમ્યા ટંડન એક મહિના માટે અફઘાનિસ્તાન ગઈ હતી

મુંબઈ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો ત્યારથી ત્યાં ભયનો માહોલ છવાયો છે. ઘણાં લોકો દેશ છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદેશી નાગરિકો પણ વહેલીતકે દેશ છોડવાના રસ્તા શોધી રહ્યા છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. ભાભીજી ઘર પર હૈ ફેમ અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડને પણ અફઘાનિસ્તાનમાં રહેતા તેના ખાસ લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. સૌમ્યા ટંડને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અફઘાનિસ્તાનમાં રહેતા લોકો વિષે ખાસ વાત કહી છે. સૌમ્યા ૨૦૦૮માં કાબુલ ગઈ હતી અને એક મહિનો તે શૂટિંગ માટે રોકાઈ હતી.
આ દરમિયાન તેણે ઘણાં લોકો સાથે મિત્રતા કરી હતી, જેમના માટે તે ઘણીં ચિંતામાં છે. સૌમ્યાએ અફઘાનિસ્તાન પ્રવાસની એક તસવીર શેર કરી છે અને લખ્યું છે કે અફઘાનિસ્તાનના મિત્રો માટે તે પ્રાર્થના કરી રહી છે. સૌમ્યા ટંડને જણાવ્યું કે, હું અફઘાનિસ્તાન ગઈ હતી અને એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટની શૂટિંગ માટે એક મહિના સુધી કાબુલમાં રહી હતી. મેં એક અફઘાની છોકરી ખુશીની ભૂમિકા ભજવી હતી.
આ એક એવી છોકરીની સ્ટોરી હતી જે ડોક્ટર બનવા માંગતી હતી અને સમાજની તમામ અડચણોને પાક કરીને પોતાના સપનાના સાકાર કરે છે. આ મહિના સશક્તિકરણની વાર્તા હતી. અત્યારે ત્યાં જે થઈ રહ્યું છે અત્યંત શોકિંગ છે. સૌમ્યાએ કહ્યું કે, મને અફઘાનિસ્તામાં ફરવાની તક મળી અને તે ઘણો સુંદર અનુભવ હતો. કાસ્ટમાં અમુક અફઘાની એક્ટર્સ પણ હતા, જે મને ભાષા સમજવામાં મદદ કરતા હતા.
ત્યાંના સ્થાનિકો ઘણાં વિનમ્ર હતા. હું દુકાન પર જતી હતી તો તેઓ તરત સમજી જતા હતા કે હું ભારતીય છું અને તે મને ગિફ્ટ તરીકે વસ્તુઓ આપતા હતા. તે લોકોમાં આત્મસન્માનની ભાવના જાેવા મળતી હતી. આ દેશ વિષે જે કહેવામાં આવે છે તેની સરખામણીમાં મારો અનુભવ ઘણો અલગ હતો. તે લોકોને લાગતુ હતું કે ભારતે તેમના દેશને હંમેશા સપોર્ટ કર્યો છે માટે તે ભારતીયો સાથે ઘણો સારો વ્યવહાર કરતા હતા.SSS