Western Times News

Gujarati News

વેપારીને બરકત આપવાનાં બહાને બે ફકીર ૧૧૦૦ ડોલર ચોરી ગયા

રીવરફ્રન્ટ વેસ્ટની ઘટનાઃ વેપારી એક્ઝીબિશન જાેવા આવ્યા હતા

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રહેતાં અને આફ્રીકામાં વેપાર કરતાં વેપારી પોતાનાં મિત્ર સાથે રીવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે એક એક્ઝીબિશનમાં ભાગ લેવા આવ્યા હતા. જે પતાવીને બંને મિત્રો રિવરફ્રન્ટ પર બેઠા હતા. એ સમયે ઝોળી લઈને બે ફકીર આવ્યા હતા. જેમણે બરકત આપવાનાં બહાને વેપારીનાં પાકીટમાંથી અગિયારસો અમેરીકન ડોલર જેનુું ભારીતય મૂલ્ય ૮૧ હજાર રૂપિયા થાય છે તે નજર ચૂકવી ચોરી લીધા હતા. આ અંગે વેપારીએ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ભોગ બનનાર કુશાલભાઈ પરીખ કેમ્પ સદર બજાર ચોકીની બાજુમાં, શાહીબાગ ખાતે રહે છે અને સાઉથ આફ્રીકાનાં બોટસવાના ખાતે બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરે છે. એપ્રિલ મહિનામાં કુશાલભાઈ આફ્રીકાથી અમદાવાદ આવ્યા ત્યારે પાંચ હજાર અમેરીકન ડોલર સાથે લાવ્યા હતા. જેમાંથી ૨૫૦૦ ડોલર તેમનાં પાકીટમાં હતા. ગઈ ૧૩ તારીખે તે પોતાનાં મિત્ર સાથે વલ્લભ સદન નજીક એક એકઝીબિશનમાં આવ્યા હતા. જેની મુલાકાત બાદ બંને મિત્રો રિવરફ્રન્ટની પાળી પર બેસી વાતો કરતા હતા. એ સમયે ૨૫થી ૩૦ વર્ષનાં આશરાનાં બે ફકીર ઝોળી લઈ તેમની પાસે આવ્યા હતા અને ભીખ માંગતા કુશાલભાઈએ ૧૦ રૂપિયા આપ્યા હતા.

થોડીવાર બાદ બંને ફકીર પરત આવી હાથ લાંબો કર તને બરકત આપું કહી કુશાલભાઈનાં હાથમાં દરગાહનાં ફોટા મુક્યા હતા. બાદમાં તેમનું પાકીટ હાથમાં લઈ પ રત આપી જતાં રહ્યા હતા. અડધા કલાક બાદ કુશાલભાઈએ ડોલર ગણી જાેતાં ફક્ત અગિયારસો ડોલર જ પાકીટમાં હતા. જેથી તેમણે નજીકમાં બંને ફકીરની શોધખોળ આદરી હતી. પરંતુ ન મળતાં છેવટે તેમણે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ૮૧ હજાર રૂપિયાની કિંમતના ડોલર ચોરીની ફરીયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે રસ્તે રખડતાં આવાં ફકીરો નજર બાંધી કે નજર ચોરી કરીને નાગરીકોનાં રૂપિયા પડાવવાનાં કિસ્સા અવારનવાર બહાર આવતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.