દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા ૨ દિવસમાં નવા કેસમાં ૨૧ હજારથી વધુનો વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે ૨૪ ઓગસ્ટના રોજ ૨૫૪૬૭ નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪૬,૧૬૪ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા ૩,૨૫,૫૮,૫૩૦ થઈ છે. હાલ દેશમાં ૩,૩૩,૭૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં જાે કે ૩૪,૧૫૯ દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૧૭,૮૮,૪૪૦ પર પહોંચી છે.
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૦૭ લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪૩૬૩૬૫ પર પહોંચ્યો છે. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જાેશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં ૬૦,૩૮,૪૬,૪૭૫ લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાંથી ૮૦,૪૦,૪૦૭ ડોઝ ગઈ કાલે અપાયા હતા.
છેલ્લા ૨ દિવસમાં ભારતમાં કોવિડ-૧૯ના કેસમાં ઝડપથી વધારો થયેલો જાેવા મળ્યો છે. ૨૪ ઓગસ્ટના રોજ દેશભરમાં ૨૫૪૬૭ નવા કેસ નોંધાયા હતા. જે આજે ૨૬ ઓગસ્ટના રોજ નોંધાયેલા આંકડા કરતા ૨૧ હજાર જેટલા ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ બુધવારે ૨૫ ઓગસ્ટના રોજ ૩૭૫૯૩ કેસ નોંધાયા હતા અને આજે ૨૬ ઓગસ્ટે આ આંકડો હવે ૪૬,૧૬૪ પર પહોંચી ગયો છે.
કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૪૪૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં ૨૪,૨૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે. ૨૪,૨૯૬ કેસ પણ મે પછી પહેલીવાર સૌથી વધુ નોંધાયેલા કેસ ગણાવાઈ રહ્યા હતા. ૨૬મી મેના રોજ એવું બીજીવાર બન્યું કે કેસની સંખ્યા ૨૪ હજારને પાર કરી ગઈ.
૨૬મે રોજ ૨૮,૭૯૮ કેસ નોંધાયા હતા. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ૧૯.૦૩% રહ્યો એટલે કે ૧૦૦માંથી લગભગ ૨૦ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. કેરળમાં એક દિવસમાં ૩૧,૪૪૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૧૫ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
કેરળમાં કેસ મામલે કહેવાય છે કે ઓણમ ઉત્સવના એક અઠવાડિયા બાદ રાજ્યમાં એકવાર ફરીથી મહામારીએ જાેર પકડ્યું છે. અત્રે જણાવવાનું કે આવું એવા સમયે બની રહ્યું છે કે જ્યારે કેરળમાં ઓણમના કારણે હાલ ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં રોજ ૧૭ હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા હતા જાે કે આ અગાઉ પહેલાની સંખ્યા ૨૦ હજારથી ઉપર હતી. આમ જાેઈએ તો હવે કોરોનાના કેસ લગભગ ડબલ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હાલ ૩૮,૫૧,૯૮૪ થઈ છે.HS