કોરોનાથી સૌ પોત પોતાનું ધ્યાન રાખજો, કારણ કે સરકાર બધુ વેચવામાં પડી છે: રાહુલ

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરવાના શરૂ કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, કોરોનાથી સૌ પોત પોતાનું ધ્યાન રાખજાે, કારણ કે સરકાર બધુ વેચવામાં પડી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના મહામારીમાં હાલ વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરતા ગુરૂવારે કહ્યુ હતું કે, રસીકરણ ઝડપી બનાવવાની જરૂર છે. જેથી આગામી લહેર સાથે ગંભીર ખતરાથી આપણે બચી શકીએ.
રાહુલ ગાંધીએ લોકોને સાવધાની રાખવાની વાત કરી છે અને રાષ્ટ્રીય મૌદ્રિકરણ પાઈપલાઈનની પરોક્ષ રીતે હવાલો આપતા આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર હાલ વેચવામાં પડી છે. કોંગ્રેસ નેતાએ ટિ્વટ કરીને કહ્યુ હતું કે, કોવિડના કેસો વધી રહ્યા છે તે ચિંતાજનક છે.
રસીકરણમાં ગતિ આપવી પડશે, જેથી આગામી લહેર સામે બચી શકાય. મહેરબાની કરીને આપનું ધ્યાન ખુદ જાતે રાખજાે, કારણ કે સરકાર વેચવામાં વ્યસ્ત છે.અહીં ઉલ્લેખનીય છે કે, એક જ દિવસમાં કોવિડ ૧૯ના ૪૬,૧૬૪ નવા કેસ સામે આવ્યા છે, જે બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩,૨૫,૫૮,૫૩૦ થઈ ગઈ છે. તો વળી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૩૩,૭૨૫ થઈ ગઈ છે.HS