પતિએ મુકેલા ૩૯ લાખ રૂપિયા લઇને પત્ની પડોશી સાથે ફરાર

પટણા, બિહારમાં એક પત્ની પર ૩૯ લાખ રૂપિયાને લઈ ફરાર થવાનો આરોપ છે. આ રૂપિયા પતિએ પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપ છે કે પત્ની ખાતામાં માત્ર ૧૧ રૂપિયા મૂકી પાડોશી સાથે ભાગી ગઈ. ઘટના પટનાના બિહટાની છે. ફરાર મહિલા બે બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે આ પૈસા સાંચવીને રાખ્યા હતા.
જાણકારી મુજબ, પતિ દ્વારા પોતાની પૈતૃક સંપત્તિ વેચી શહેરમાં ઘર બનાવવા માટે ૩૯ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. હવે પતિએ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી છે.બિહટા કૌડીયા નિવાસી બૃજકિશોર સિંહના લગ્ન ૧૪ વર્ષ પહેલા ભોજપુના બિનડગાંવા નિવાસી પ્રભાવતી દેવી સાથે થઇ હતી. બંનેનો એક દીકરો અને દીકરી પણ હતા. બ્રજ કિશોર સિંહએ પોતાના બાળકોના અભ્યાસ માટે ગામથી અલગ બિહટામાં ભાડાનું મકાન રાખ્યું હતું. અહીં પર પ્રભાવતી દેવી પોતાના બાળકો સાથે રહે છે. બૃજ કિશોર પોતે ઘરના ખર્ચ માટે ગુજરાત જઈ એક પ્રાઇવેટ નોકરી કરી રહ્યા હતા.
બ્રિજ કિશોરે જણાવ્યું કે તેની પત્નીના કહેવા પર તેણે ગામની પૈતૃક સંપત્તિ વેચી દીધી અને તેની પત્નીના ખાતામાં ૩૯ લાખ રૂપિયા જમા કરાવ્યા. પછી એક અઠવાડિયા પહેલા પત્નીના કહેવાથી તે પણ ગુજરાતથી ઘરે પાછો આવ્યો. પરંતુ જ્યારે તે ગામના મકાનમાંથી ભાડાના મકાનમાં પહોંચ્યો તો તે બંધ હતું. મેં મારી પત્નીને ફોન કર્યો ત્યારે નંબર બંધ હતો. મકાન માલિકને પૂછતાં ખબર પડી કે પ્રભાવતીએ સવારે ૫ઃ૦૦ વાગ્યે ઘર ખાલી કર્યું છે. બ્રિજ કિશોરે તેની પત્નીને તેના સ્તરે શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ કશું પ્રકાશમાં આવ્યું નથી. અંતે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
માહિતી અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રભાવતીનું એક યુવક સાથે અફેર હતું, જેના ખાતામાં તેણે ૨૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે બાકીના ૧૩ લાખ રૂપિયા ચેક દ્વારા ઉપાડી લીધા હતા. અત્યારે ખાતામાં માત્ર ૧૧ રૂપિયા છે. હાલ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.HS