Western Times News

Gujarati News

૬ વર્ષ અમેરિકાની કેદમાં રહેલા ખૂંખાર આતંકવાદીને તાલિબાને રક્ષા મંત્રી બનાવ્યો

કાબુલ, કાબૂલ પર કબ્જાે કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની કવાયદ શરુ કરી દીધી છે. આ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિ વાર્તાનો વિરોધી રહેલા આતંકીને દેશનો રક્ષા વિભાગ સોંપી દીધો છે. ૨૦ વર્ષ બાદ અફઘાનમાં વાપસી કરનાર તાલિબાને ગ્વાંતાનામો બે જેલના પૂર્વ બંદી મુલ્લા અબ્દુલ કય્યૂમ જાકીરે અફઘાનિસ્તાનના અંતરિમ રક્ષા મંત્રી નિયુક્ત કર્યા છે. અલ જજીરા સમાચાર ચેનલે તાલિબાનના એક સૂત્રના હવાલો આપતા આ જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે મુલ્લા અબ્દુલ કય્યૂમ ઝાકિર એક અનુભવી તાલિબાની કમાન્ડર છે અને તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો પણ નજીકનો માણસ છે. રોયટર્સ અનુસાર અમેરિકામાં વર્લ્‌ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલા બાદ તેને ૨૦૦૧માં અમેરિકન નેતૃત્વ વાળી સેનાએ પકડ્યો હતો અને ૨૦૦૭ સુધી ગ્વાંતાનામો બેની જેલમાં કેદ કર્યો હતો. આ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો અને અફઘાન સરકારને સોંપવામાં આવ્યો હતો.

મુલ્લા અબ્દુલની ગણતરી તાલિબાનના ખૂંખાર આતંકીઓમાં થાય છે. ઉલ્લેખનીય છે કે ગ્વાંતાનામો બે ક્યૂબામાં અમેરિકન સેનાની એક ઉચ્ચ સુરક્ષાવાળી જેલ છે. જ્યાં હાઈ પ્રોફાઈલ આતંકવાદીઓને કેદ કરવામાં આવે છે.

જ્યારે તાલિબાને અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં એક ઔપચારિક સરકારનું ગઠન નથી કર્યું. જાે કે દેશ ચલાવવા માટે આતંકી ગ્રુપે પોતાના કેટલાક નેતાઓને પ્રમુખ પદ પર નિયુક્ત કર્યા છે. આ ક્રમમાં હાજી મોહમ્મદ ઈદરીસને દેશના કેન્દ્રીય બેક દા અફગાનિસ્તાન બેંક(ડીએબી)નો કાર્યવાહક પ્રમુખ બનાવ્યો છે.

આ સમાચારની પુષ્ટિ કરતા તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું કે ઈદરીસને સરકારી સંસ્થાઓ અને બેંકિંગ મુદ્દાને વ્યવસ્થિત કરવા અને લોકોનની સમસ્યાને દૂર કરવાના હેતુથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અફઘાનિ સમાચાર એજન્સી પઝવોકના અનુસાર તાલિબાન દ્વારા ગુલ આગાને કાર્યવાહક નાણા મંત્રી અને સદર ઈબ્રાહિમને કાર્યવાહક આંતરિક મંત્રીના રુપમાં નામિત કરવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.