બજારોમાં સપાટ કારોબાર રિલાયન્સે ગિરાવટ રોકી

મુંબઈ, બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે પણ સપાટ બંધ થયું. કારોબાર દરમિયાન મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊતાર-ચઢાવ ભરેલી શરૂઆત જાેવા મળી. આ દરમિયાન બન્ને સૂચકાંક નકારાત્મર વલણ સાથે ખુલ્યા પરંતુ પછીથી તેમાં સુધારો થયો. સાંજ થતાં-થતાં સેન્સેક્સ ગત બંધ સ્તરથી માત્ર ૪.૮૯ પોઈન્ટ ઉપર ૫૫,૯૪૯.૧૦ પોઈન્ટ પર બંધ થયો.
સેન્સેક્સમાં સૌથી વધુ એક ટકાની વૃધ્ધિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં થઈ. આ ઉપરાંત એચસીએલ ટેક, બજાજ ઓટો, બજાજ ફાયનાન્સ અને એલએન્ડટી પણ વૃધ્ધિ નોંધાવનારા મુખ્ય શેરોમાં સામેલ હતા. બીજી બાજુ ભારતી એરટેલ, પાવર ગ્રિડ, મારુતિ, ટાઈટનમાં ગિરાવટ થઈ હતી. નિફ્ટી ૫૦ પણ ૨.૨૫ પોઈન્ટ ઉપર ૧૬,૬૩૬.૯૦ પર બંધ થયો.
બુધવારે સેન્સેક્સ ૧૪.૭૭ પોઈન્ટ એટલે કે ૦.૦૩ ટકાની ગિરાવટ સાથે ૫૫,૯૪૪.૨૧ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૧૦ય૦૫ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકા વધીને ૧૬,૬૩૪.૬૫ પર બંધ થયો. શેર બજારના અસ્થાઈ આંકડા અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)એ બુધવારે ૧,૦૭૧.૮૩ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૩ ટકા ગગડીને ૭૦.૯૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.
દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસનો શેર બુધવારે ૨.૩ ટકાની તેજી દરમિયાન ૩,૬૯૪.૨૫ રુપિયાના નવા રેકોર્ડ પર પહોંચી ગયો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ પણ ૧૩.૫ લાખ કરોડને પાર કરી ગઈ. ટીસીએસ આ મુકામ હાંસલ કરનારી દેશની બીજી લિસ્ટેડ કંપની છે. બુધવારે બજારના ઊતાર-ચઢાવ પર જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના સંસોધન પ્રમુખ વિનોદ નાયરે કહ્યું કે, બજાર સકારાત્મક વલણ સાથે ખુલ્યું પરંતુ મોટી કંપનીઓના સુસ્ત દેખાવને લીધે આ સ્થિર વલણ સાથે બંધ થયું. વ્યાપક રીતે બજાર સકારાત્મક હતું. મિડકેપમાં ગિરાવટ બાદ સુધારો થયો. તેમમે કહ્યું કે, કોવિડ-૧૯ની રસીને મંજૂરી તથા આગામી બેઠકમાં ફેડરલ રિઝર્વ તરફથી નરમ વલણની આશાની વચ્ચે વૈશ્વિક બજાર સકારાત્મક દાયરામાં છે.SSS