ઝાલોદની SBI બેંકમાં તસ્કરોએ બારીની ગ્રીલ તોડી લોકરને કાપવાનો પ્રયાસ કર્યો
ઝાલોદની એસબીઆઈમાં એક જ માસમાં બીજી વખત ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હોવાની ઘટના બની હતી. એક જ મહિનામાં સતત બીજી વખત થયેલા આ પ્રયાસના પગલે સ્થાનિક રહીશોમાં ખળભળાટ મચી ગયો હતો.
તસ્કરોએ એક તબક્કે તો અંદર ઘુસીને બેન્કના લોકરને પણ તોડવાનો પ્રયાસ કર્યાે હતો. તદઉપરાંત સીસીટીવી કેમેરાના વાયરોની પણ તોડફોડ કરી મૂકી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની ભરત ટાવર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કની મુખ્ય શાખામાં ચોરીના ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી સેફ લોકરને ગેડર મશીનથી કાપવાનો કરાયો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જ્યારે સમગ્ર ઘટનામાં તસ્કરો દ્વારા સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડફોડ કરી હતી. સ્ટેટ બેંકમાં છેલ્લા સાત માસથી રાત્રે સિક્યુરીટી નહીં હોવાથી તસ્કરો દ્વારા બીજી વાર એસબીઆઈ શાખામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જાેકે આ મામલે એસબીઆઈ શાખાનાં કર્મચારી દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેસન ફરિયાદ નોંધાતા ઝાલોદ પોલીસે સીસીટીવી ફૂટેજ એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.