કોડરમા થર્મલ પાવર પ્લાન્ટમાં લિફ્ટનો વાયર તૂટતા ૪ લોકોના મોત

રાંચી, ઝારખંડના કોડરમાં થર્મલ પાવર પ્લાંટમાં લિફ્ટનો તાર તૂંટી જવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો જેમા કુલ ૪ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને કારણે ૨૦ લોકો ચિમનીની ઉપર ફસાઈ ગયા હતા. બાદમાં તેમનું રેસ્ક્યૂં કરીને તેમને નીચે ઉતારવામાં આવ્યા.
આ ઘટનામાં શ્રીવિજયા નામની કંપનીના પ્રોજેક્ટ હેડ અને ૨ એન્જીનયર સહિત ૪ લોકોનું મોત થયું છે. મૃતકો ૧૨૦ ફુટની ઉચાઈ પર કામ કરી રહ્યા હતા તે સમયે લીફ્ટનો તાર તૂટ્યો અને તેઓ ધડાકાભેર લીફ્ટ સાથે નીચે પટકાયા હતા. જેમા ઘટના સ્થળેજ બે લોકોના મોત થયા ગયા હતા. જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલ પહોચાડ્યા ત્યારે તેમનું મોત થયું હતું.
બનાવને કારણે કોડરમાં થર્મલ પાવર સ્ટેશનમાં મીડિયા કર્મીઓને અંદર પ્રવેશ આપવામાં ન આવ્યો. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે. લીફ્ટ નીચે પટકાતા ૨૦ જેટલા મજૂરો ફસાઈ ગયા હતા. જેમને ૧૦ કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરીને નીચે ઉતારવામાં આવ્યા. આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશસન દ્વારા હજુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે કોડરમામાં થયેલી આ ઘટનાને લઈને કેન્દ્રીય.રાજ્ય શિક્ષામંત્રી અને સ્થાનીક સાંસદ અન્નપૂર્ણા દેવીએ દુખ વ્યક્ત કર્યું. જેમા તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું ભગવાન તેમની આત્માને શાતી અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. સમગ્ર મામલે મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.HS