Western Times News

Gujarati News

નદી ઓવરફ્લો થતા દોડતા વાહનો સાથે પુલ ધરાશાયી થયો

દહેરાદુન, ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે, ત્યાં નેશનલ હાઇવે સહિત રાજ્યમાં ૬૫૯ જેટલા રસ્તાઓ બંધ થયા છે,

આ સાથે જ ડોઇવાલા ખાતે રાણી પોખરીનો પુલ આજે શુક્રવારે સવારે તૂટી પડ્યો હતો. આ દરમિયાન પુલ પર ચાલતા અનેક વાહનો પણ નદીમાં પડી ગયા હોવાના સમાચારા મળ્યા હતા.

ભારે વરસાદને કારણે દહેરાદૂનના ઘણા વિસ્તારોમાં તબાહીપાણીની આવક થતા જ નદીનો પરનો પુલ ધરાશાયી ડોઇવાલા ( ઉત્તરાખંડ )ઃ

વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, મેદાન વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ વખતે, વરસાદથી પુરગ્રસ્ત થયેલી નદીઓએ રાજધાની દહેરાદૂનના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આજે શુક્રવારે સવારે જ બરસાતી નદીમાં વધારે પાણી આવતા માલદેવતા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો હતો.

આ દરમિયાન રાણીપોઘરી સ્થિત નદીમાં ભારે પાણીની આવક થતા જ નદીનો પરનો પુલ તૂટી પડ્યો હતો.આ પણ વાંચોઃ ઉત્તરાખંડના ચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો આજે ૧૨મો દિવસ, ૧૪૬ લોકો હજી પણ લાપતા.

નદી ઓવરફ્લો થતા પુલ પર દોડતા વાહનો સાથે પુલ થયો પાણીમાં ગરકાવઅત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથીનદી ઉપરથી ચાલતા વાહનો સાથે અચાનક પુલનો મધ્ય ભાગ તૂટી પડ્યો હતો.

પુલ તૂટી પડતા સદ્ભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ પુલ ઋષિકેશ-દેહરાદૂનને જાેડતો સૌથી મોટો પુલ છે. ભારે વરસાદને કારણે બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી હાઇવે ઘણા સ્થળોએ બંધ છે.

નૈનબાગમાં મોટા પ્રમાણમાં નદીનો મલબો આવ પડતા યમુનોત્રી હાઇવે બંધ થયો છે. શુક્રવારે સવારે, ફકોટ નજીક ઋષિકેશ-ગંગોત્રી હાઇવેનો એક આખો ભાગ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.

જેના કારણે અનેક વાહનો રાષ્ટ્રીય ધોરીમાર્ગની બન્ને બાજુએ ફસાઈ ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.