Western Times News

Gujarati News

ઈન્ટરનેટ પર ફિલ્મ અપલોડ કરનાર શખ્સની ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ, ઈન્ટરનેટ એક તરફ નાગરીકો માટે આશીર્વાદ સમાન પુરવાર થયુ છે બીજી તરફ સોશીયલ મીડીયા અને કેટલીક વેબસાઈટોના કારણે ત્રાસદાયક અને નુકસાનકર્તા પણ બન્યુ છે ખાસ કરીને ફિલ્મકારો માટે કેટલાક નેટના વપરાશકર્તા નુકશાનીનું કારણ બન્યા છે ઓટીટી કે થિયેટરમાં રીલીઝ થયેલી ફિલ્મોને આ નેટ માફિયાઓ ગણતરીની કલાકોના ઈન્ટરનેટ પર મફતમાં ફરતી કરી મુકે છે આવી જ એક ગુજરાતી ફિલ્મ રીલીઝ પહેલા ફરતી થતાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.

ઘટનાની વિગત એવી છે કે દર્શનભાઈ ત્રિવેદી (પાલડી)એ વર્ષ ર૦ર૦માં એક ગુજરાતી ફિલ્મ બનાવી હતી પરંતુ કોરોના બિમારીને પગલે તે રીલીઝ કરી શક્યા નહતા. દરમિયાન તેમની ફિલ્મ ઈન્ટરનેટ પર અપલોડ થઈ હોવાની માહીતી મળી હતી તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ તેને અપલોડ કરી સોશીયલ મીડિયા ઉપર ફિલ્મની લીંક ફરતી કરી હતી જેને પગલે દર્શનભાઈએ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જેની પીઆઈ એમ.એમ દેસાઈની ટીમે તપાસ ચલાવતા ટેલીગ્રામ એપની એક ચેનલમાંથી ફીલ્મની લીંક વાઈરલ થઈ હોવાની જાણ થતાં તેના એડમીન શક્તિ બળવંતસિંહ ગોહીલ (રપ) રહે. વસ્ત્રાલને ઝડપી લેવાયો હતો. તપાસમાં શક્તિ આવી નવી ચેનલો ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં કોઈ વ્યક્તિ તેનો સંપર્ક કરે તો લીંક મોકલીને શક્તિ ડોનેશનના નામે રૂપિયા પણ પડાવતો હોવાનું ખુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.