Western Times News

Gujarati News

સેન્સેક્સ સપ્તાહના છેલ્લા સત્રમાં ૧૭૫ પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ, સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું. દિવસભરના ઊતાર-ચઢાવ બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સુચકાંક સેન્સેક્સ ૧૭૫.૬૨ પોઈન્ટ ઊછળીને ૫૬,૧૨૪.૭૨ના સ્તરે બંધ થયો. બજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૮.૩૦ પોઈન્ટની તેજી સાથે ૧૬,૭૦૫.૨૦ના સ્તરે બંધ રહ્યો.

છેલ્લા સત્રમાં બીએસઈ સૂચકાંક ૪.૮૯ પોઈન્ટ વધીને ૫૫,૯૪૯.૧૦ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૨.૨૫ પોઈન્ટ વધીને ૧૬,૬૩૬.૯૦ પર બંધ થયો હતો. ઈન્ટ્રા ડેમાં નિફ્ટી આજે ૧૬,૭૨૨.૦૫ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો પરંતુ એ પછી તેમાં ગિરાવટ રહી. સેન્સેક્સ પર આજે ૨૦ અને નિફ્ટી૫૦ પર ૩૯ સ્ટોક્સ મજબૂત થયા હતા.

સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૩ ટકા વૃધ્ધિ સાથે ટોપ ગેઈનર રહ્યું, એ પછી એલએન્ડટી, ડો. રેડ્ડીસ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, ટીસીએસ અને કોટક બેન્કનું સ્થાન રહ્યું. બીજી બાજુ ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, નેસ્લે ઈન્ડિયા અને એચસીએલમાં ગિરાવટ જાેવા મળી.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૪ ટકા વધીને ૭૧.૭૪ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું. અસ્થાયી વિનિમય આંકડાઓના અનુસાર વિદેસી સંસ્થાગત રોકામકારો (એફઆઈઆઈ) મૂડી બજાકમાં શુધ્ધ વિક્રેતા રહ્યા, ગુરૂવારે ૧૯૭૪.૪૮ કરોડ રૂપિયાના શેરોનું વેચાણ કર્યું.

સ્થાનિક શેર બજારોમાં સુસ્તીની વચ્ચે ભારતીય રૂપિયો શુક્રવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરના મુકાબલે સાત પૈસાની તેજી સાથે ૭૪.૧૫ રૂપિયા પર ખુલ્યો. રોકાણકારો અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના મહત્વપૂર્ણ ભાષણથી સંકેતોનો ઈંતેજાર કરી રહ્યા છે જેના લીધે સ્થાનિક એકમો સિમિત દાયરામાં કારોબાર કરી રહી છે. આ ઉપરાંત વિદેશી બજારોમાં ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોએ પમ રોકાણકારોની ધારણાને પ્રબાવિત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.