જમીન કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની જામીન અરજી ફગાવાઈ
ચાર્જશીટ બાદ જામીન આપવાના કોઈ નવા સંજાેગો ઉભા થયા નથીઃ કોર્ટ
અમદાવાદ, સોલા વિસ્તારમાં કરોડની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.એ.ઠકકરે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોધ્યું હતું કે, આરોપી સામે આવા ગુના નોધાયેલા છે. તેઓ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.
ચાર્જશીટ બાદ જામીન આપવાના કોઈ નવા સંજાેગો કે પરીસ્થિતી .ભી થઈ નથી. આરોપીને જામીન આપવામાં આવે તો સાક્ષી ફોડે તેવી શકયતા છે. તેથી આરોપીને જામીન આપી શકાય નહી તેવું પણ કોર્ટે નોધ્યું છે. નોંધનીય છે કે, રમણ-દશરથ પટેલ સામે એક પછી એક અડધો ડઝનથી વધુ ગુના નોધાયા છે, જેમાં એક પણ કેસમાં તેમને જામીન મળ્યાં નથી.
કરોડની જમીન કૌભાંડમાં સોલા પોલીસે રમણ પટેલને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. જયાંથી તેમણે જામીન અરજી કરી હતી. જેમાં એવી રજુઆત કરી હતી. કે, હું નિર્દોષ છું ખોટી રીતે સંડોવી દેવાયો છે. આ કેસમાં પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરી છે.
જેથી સાક્ષી ફોડવાને કે પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જાેઈએ. જાેકે, મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી. કે થલતેજના ખોડાજી ઠાકોરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ છે.
આ જમીન પણ પટેલ અને દશરથ પટેલે નકલી પાવર-બાનખત અને વેચાણ દસ્તાવેજના આધારે આ જમીન પચાવી પાડી હતી. આ કેસમાં આરોપીને મુખ્ય ભુમીકા છે. આરોપી સામે પ્રથમદર્શી રોલ બનતો હોવાથી આરોપીને જામીન ન આપવા જાેઈએ.