ઉત્તરપ્રદેશના શીયા વક્ફ બોર્ડના ચેરમેને બનાવેલ ફિલ્મ આયશા સામે ભરૂચ મુસ્લિમ સમાજનો વિરોધ
(પ્રતિનિધિ)ભરૂચ, ઉત્તરપ્રદેશ ના શિયા વાકેફ ફોર્ડ ના ચેરમેન દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ આયશા નું ટ્રેલર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા ભરૂચ ના મુસ્લિમ સમાજ ની લાગણી દુભાતા તેનો વિરોધ કરી પૂતળા દહન કરવા સાથે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ ના શીયા વક્ફ બોર્ડ ના ચેરમેન વસીમ રીઝવી દ્વારા આયશા નામની ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં મુસ્લિમ સમાજ માટે માં સમાન એવા માં આયશા નું ટ્રેલર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા મુસ્લિમ સમાજ માં વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે.મુસ્લિમ સમાજ ની લાગણી ને ઠેસ પહોંચી હોવાનું જણાવી ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી પર મુસ્લિમ સમાજ ના આગેવાન અબ્દુલભાઈ કામઠી સહીત સભ્યોએ એકત્રિત થઈ વસીમ રીઝવી ના પૂતળા નું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વસીમ રીઝવી ના વિવાદસ્પદ નિવેદનો સામે પણ વિરોધ વ્યક્ત કરી આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા સાથે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.તો આ બનાવ ને અંકલેશ્વર ના ખોજા શીયા ઈશના અસરી જમાત દ્વારા પણ વખોડી કાઢવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે આ વિવાદિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકી તેના નિર્માતા વસીમ રીઝવી ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.