Western Times News

Gujarati News

અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક એરપોર્ટથી દૂર જતાં રહેવા જણાવ્યું

વોશિંગ્ટન, અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટ પરથી લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન યુએસ મરીનનો એક સૈનિક અફઘાની બાળકને સંભાળતો જાેવા મળ્યો હતો.અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકવાદી હૂલમો થવાનું જાેખમ મંડરાઈ રહ્યું છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને જણાવ્યુ છે કે તેઓ તાત્કાલિક એરપોર્ટ પરથી દૂર જતાં રહે, કારણ કે આઇએસઆઇએસ ફરીથી હુમલો કરી શકે છે. અમેરિકી દૂતાવાસે જારી કરેલી ચેતવણીમાં કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ અને નોર્થ ગેટનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલાનું જાેખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે ચેતવણી આપી છે કે અમેરિકાના સૈનિકો કાબુલ છોડતાં પહેલાં આતંકવાદીઓ ફરી હુમલો કરી શકે છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર તમામ સંભવિત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ જાેખમો વચ્ચે અમારા સૈનિકો લોકોને બહાર કાઢવાના મિશનમાં લાગેલા છે, પરંતુ આ મિશનના આગામી થોડા દિવસો વધુ જાેખમી રહેશે.

અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમા આઇએસઆઇએસના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જાેડાયેલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આઇએસઆઇએસના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે.

યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જાેખમ છે.

જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડી પકડીને મારવામાં આવશે આઇએસઆઇએસના ખુરાસાન જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી.

આ પછી યુએસ પ્રમુખ જાે બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો વિશે જાણે છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ આપવામાં આવશે. આના ૨૪ કલાકની અંદર અમેરિકાએ આઇએસઆઇએસના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.કાબુલ એરપોર્ટ પર તહેનાત અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ અમેરિકાએ ૩૧ ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ પરનો કબજાે છોડવાનો છે.

કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં ૧૭૦ લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં ૧૩ અમેરિકન સૈનિક પણ શહીદ થયા હતા તેમજ બ્રિટનના ૨ નાગરિકનાં પણ મોત થયાં હતાં, જ્યારે ૧૨૭૬થી વધુ લોકો ઘાયલ થયા છે.અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરતાં વધુ લોકોમાં તાલિબાનનો ભય છે. ગુરુવારે સાંજે ૬ વાગે થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ નજીક આવેલા નાળામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો.

ઘાયલ લોકો સારવાર માટે નાળાના પાણીમાં તડપી રહ્યા હતા, પરંતુ શુક્રવારે એ જ નાળાની તસવીર કંઈક અલગ જ હતી. અહીં ફરીથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યા છે. લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે કોઇપણ રીતે હાલમાં તો દેશ છોડવા માગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બંને નેતાઓએ આતંકી હુમલાની નિંદા કરી હતી અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોની સલામત વાપસી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.