રોહિતના આઉટ થયા બાદ ચાહકની મેદાનમાં એન્ટ્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Match-1024x576.png)
લીડ્સ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા માટે ઉતરી હતી અને રોહિત શર્માના આઉટ થયા બાદ પોતાને ભારતીય ક્રિકેટ ટીમનો ચાહકો ગણાવતો જારવો નામનો વ્યક્તિ પેડ, ગ્લોવ્ઝ અને હેલમેટ અને ચહેરા પર માસ્ક પહેરીને મેદાન પર આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાના બેટસમેનની જેમ જ તેણે એન્ટ્રી લીધી હતી.
એ પછી સિક્યુરિટી ગાર્ડસને આ વ્યક્તિ ક્રિકેટ ચાહક હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તેને પકડીને મેદાનની બહાર લઈ જવાયો હતો. આ ઘટના ભારતીય ટીમની બેટિંગ દરમિયાન ૪૮મી ઓવરમાં બની હતી. જાેકે લોકોને આ ઘટનાએ ભારે મનોરંજન પુરુ પાડ્યુ હતુ.
આ પહેલા લોર્ડઝમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ તે ટીમ ઈન્ડિયા જેવી જ જરસી પહેરીને મેદાન પર ફિલ્ડિંગ કરવા માટે ઘુસી ગયો હતો. પોતાને ડેનિયલ જાર્વીસ કહેતા આ ચાહકનુ કહેવુ છે કે, હું ભારત તરફથી રમનાર પહેલો વ્હાઈટ ક્રિકેટર છું અને મને તેનો ગર્વ છે.SSS