Western Times News

Gujarati News

ઈંગ્લેન્ડની સામે ભારતની ઈનિંગ્સ અને ૭૬ રને હાર

લીડ્‌સ, ચેતેશ્વર પૂજારાના લડાયક ૯૧ રન અને સુકાની વિરાટ કોહલીની અડધી સદી છતાં ભારતીય ટીમે લીડ્‌સ ખાતેની ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને ૭૬ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં ૭૮ રન બનાવ્યા બાદ યજમાન ટીમે ૪૩૨ રનનો જંગી સ્કોર ખડક્યા બાદ પ્રવાસી ટીમની બીજી ઈનિંગ્સ ૨૭૮ રનમાં સમેટાઈ ગઈ હતી.

આ સાથે પાંચ મેચની શ્રેણી ૧-૧થી સરભર થઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો અને પ્રથમ દાવમાં ૭૮ રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૪૩૨ રન બનાવ્યા હતા અને ૩૫૪ રનની વિશાળ લીડ મેળવી હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ રમતના ત્રીજા દિવસે ૨ વિકેટ ગુમાવી ૨૧૫ રન બનાવ્યા હતા એ સમયે મેચ પાંચમા દિવસ પર જશે એવી આશા બંધી હતી.

ભારતને બીજા દાવમાં ભારતીય ટીમને પહેલો આંચકો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રેગ ઓવરટોને આપ્યો હતો અને તેણે કેએલ રાહુલને ૮ રને આઉટ કર્યો હતો. હિટમેન રોહિત શર્માએ બીજા દાવમાં શાનદાર સંઘર્ષ કર્યો હતો અને ૧૫૬ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા, પરંતુ તે રોબિન્સન દ્વારા લેગ બીફોર આઉટ થયો હતો. પૂજારાએ શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે ૯૧ રનના સ્કોર પર રોબિન્સન દ્વારા લેગ બીફોર આઉટ થયો હતો. કેપ્ટન કોહલીએ ૫૫ રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ રોબિન્સનની બોલ પર રૂટના હાથમાં ઝિલાયો હતો. એન્ડરસને રહાણેને માત્ર ૧૦ રનના સ્કોર પર બટલરના હાથમાં ઝિલાવ્યો હતો.

ભારતની છઠ્ઠી વિકેટ ઋષભ પંતના રૂપમાં પડી અને તે એક રને રોબિનસનના બોલમાં ઓવરટનના હાથમાં ઝિલાયો. મોહમ્મદ શમી ૬ રન કર્યા બાદ મોઈન અલીના બોલ પર આઉટ થયો હતો. આ પછી ઈશાંત શર્મા બે રન બનાવીને રોબિન્સનનો શિકાર બન્યો, તે બટલરના હાથમાં ઝિલાયો હતો. રવિન્દ્ર જાડેજા ૩૦ રને ઓવરટોનના બોલે બટલરના હાથમાં ઝિલાયો હતો. મોહમ્મદ સિરાજને ઓવરટને બેરિસ્ટોના હાથમાં ઝિલાવીને આઉટ કરી ભારત સામે યજમાન ટીમને આસાન વિજયની ભેટ ધરી હતી.

ભારતે ચોથા દિવસની રમતની શરૂઆત બે વિકેટ ૨૧૫ રનથી કરી હતી પરંતુ ગઈકાલનો નોટાઆઉટ બેટસમેન ચેતેશ્વર પૂજારા ભારતને સરસાઈની બહાર લઈ જવામાં સફળ રહે એ પહેલાં રોબિન્શનના બોલમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતને મોટો આંચકો લાગ્યો હતો જાેકે એ પછી ગઈ કાલે ૪૫ રને રમતમાં રહેલો સુકાની વિરાટ કોહલી પણ ૫૫ રન બનાવીને રોબિન્શનના બોલે રૂટના હાથમાં ઝિલાઈ જતાં ભારતની મેચને બચાવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
એ પછી માત્ર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના બોલર્સને થોડી લડત આપી હતી અને ૩૦ રન બનાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.