Western Times News

Gujarati News

રવિન્દ્ર જાડેજા હોસ્પિટલમાં જાેવા મળ્યો

જાડેજાએ કેપ્શનમાં લખ્યું કે આ હાજર રહેવા માટે સારી જગ્યા નથી, ફેન્સે તેના જલદી સાજા થવાની દુઆઓ કરી

નવી દિલ્હી, ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લે ટેસ્ટમાં ભારતને ઈનિંગ અને ૭૬ રનની સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. હવે ૫ મેચોની આ સિરીઝમાં ભારત અને ઈંગ્લેન્ડ ૧-૧ની બરાબરી પર છે. જ્યારે ૨ ટેસ્ટ હજુ રમાવવાની બાકી છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

કારણ કે રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે. ૩૨ વર્ષના ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લીડ્‌સ ટેસ્ટના બીજા દિવસે ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે હોસ્પિટલમાં સ્કેન કરાવવા પહોંચ્યો. આ જાણકારી જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે.

જેમાં તે હોસ્પિટલમાં જાેવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે આ હાજર રહેવા માટે એક સારી જગ્યા નથી. ફેન્સે તેના જલદી સાજા થવાની દુઆઓ કરી છે.

રવિન્દ્ર જાડેજાને લઈને હવે સસ્પેન્સ પેદા થયું છે. જાે ઈજા ઊંડી રહેશે તો તેના માટે આગામી ૨ ટેસ્ટમાં સામેલ થવું મુશ્કેલ બનશે. સિરીઝની ચોથી ટેસ્ટ લંડનના ઓવલ અને ૫મી ટેસ્ટ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.