Western Times News

Gujarati News

NCB એ ડ્રગ્સ મામલે અરમાન કોહલીની ધરપકડ કરી

અરમાન કોહલી સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં નેગેટિવ પાત્ર અદા કરતો નજર આવ્યો હતો

મુંબઈ, એક્ટર અને બિગ બોસ ૭નો સ્પર્ધક રહી ચુકેલો અરમાન કોહલી જુહૂ સ્થિત ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રેડ પાડી છે. એક્ટરનાં ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ તેની અટકાયત કરી લેવામાં આવી છે. રેઇડ દરમિયાન એક્ટરનાં ઘરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને ડ્રગ્સ મળી આવ્યું જે બાદ એનસીબી ઓફિસમાં અરમાનની પૂછપરછ કરવામાં આવશે.

એનસીબી મુંબઇ ક્ષેત્રીય નિર્દેશક સમીર વાનખેડેએ આ મામલે એક્ટરની ભૂમિકા પર વાત કરી છે અને જણાવ્યું છે કે, ઘરેથી ડ્રગ્સ જપ્તે કર્યુ છે. સમીર વાનખેડેએ આ મામલે વાત કરતાં કહ્યું કે, એક્ટરનાં ઘરે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટેંટ એક્ટ ૧૯૯૮૫ હેઠળ રેઇડ પાડી હતી.

આ મામલાની તપાસ હજુ પણ ચાલું છે. તે કહે છે કે, અમે આ મામલે વધુમાં હાલમાં કંઇ કહી નહીં શકીએ. હું ફક્ત એટલું જ કહીશ કે એનડીપીસી હેઠળ તેનાં ઘરે રેડ પાડવામાં આવી છે. અપેડટ મુજબ, અરમાન કોહલીનાં ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ એક્ટરની એનસીબી ઓફિસમાં પુછપરછ કરવામાં આવશે.

એનસીબી મુંબઇ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે મુજબ, રેઇડ બાદ, અરમાન કોહલીની પુછપરછ કરવામાં આવી. પણ તેણે સવાલોનાં સાચા જવાબ આપ્યાં ન હતાં. તેથી આ અંગે પુછપરછ માટે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. અરમાન કોહલીની સામે કાર્યવાહીના પ્રથમ દિવસે અહીં કેન્દ્રીય ડ્રગ વિરોધી એજન્સી દ્વારા ટેલિવિઝન અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે.

અરમાન કોહલી સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં નેગેટિવ પાત્ર અદા કરતો નજર આવ્યો હતો. આ સીવાય તેણે જાની દુશ્મન, જાની દુશ્મન એક અનોખી પ્રેમ કહાની, કહર અને ઔલાદ કે દુશમન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ફિલ્મોમાં તો એટલી સફળતા ન મળી. પણ તે ફિલ્મી પરિવારમાંથી આવે છે. તે ડિરેક્ટર રાજકુમાર કોહલીનો દીકરો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.