Western Times News

Gujarati News

વિરાટ કોહલી ચોથી ટેસ્ટ મેચમાં ફેરફાર કરી શકે છે

File

લીડ્‌સના હેડિંગ્લે ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત એક ઇનિંગ અને ૭૬ રનથી હારી ગયું હતું

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટમાં હાર છતાં આગામી મેચમાં વધારાના બેટ્‌સમેન રમાડવાની તરફેણમાં નથી. કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં ૫ બોલરો સાથે રમવા માટે ટેકો આપ્યો છે. લીડ્‌સના હેડિંગ્લે ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત એક ઇનિંગ અને ૭૬ રનથી હારી ગયું હતું.

આ જીત સાથે યજમાન ઈંગ્લેન્ડની ટીમ ૫ મેચની શ્રેણીમાં ૧-૧થી બરાબરી પર આવી ગઈ છે. શ્રેણીની ચોથી ટેસ્ટ ૨ સપ્ટેમ્બરથી લંડનના ધ ઓવલ ખાતે રમાશે. કોહલીએ બોલરોના વર્કલોડને ધ્યાનમાં રાખીને બોલિંગ વિભાગમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં વધારાના બેટ્‌સમેનને સામેલ કરવાના વિચારને નકારી કાઢ્યો છે.

ઈશાંત શર્માને ચોથી ટેસ્ટમાં બહાર બેસવું પડી શકે છે જ્યારે આર અશ્વિનને તક મળી શકે છે. મેચ પછીની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વિરાટને છઠ્ઠા બેટ્‌સમેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્ઠતેણે કહ્યું કે, ‘હું આ સંતુલનમાં માનતો નથી અને મેં ક્યારેય તેના પર વિશ્વાસ કર્યો નથી. કારણ કે કાં તો તમે હાર બચાવવાનો અથવા જીતવાનો પ્રયાસ કરી શકો છો.

અમે ભૂતકાળમાં ઘણા બેટ્‌સમેનો સાથે ઘણી મેચ ડ્રો કરાવી છે. વર્તમાન શ્રેણીમાં ભારતીય મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો છે. ચેતેશ્વર પુજારાએ ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ૯૧ રન બનાવ્યા હતા પરંતુ તે પહેલા તેનું બેટ શાંત હતું. કેપ્ટન વિરાટ પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે.

વિકેટકીપર રિષભ પંત પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી રહ્યો નથી. બીજી બાજુ અનુભવી દિલીપ વેંગસરકરે સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની હિમાયત કરી છે. ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ વેંગસરકરના સૂરમાં સૂર મિલાવ્યા છે. કોહલીએ કહ્યું કે, જાે તમારા ટોચના છ બેટ્‌સમેન (વિકેટકીપર સહિત) કામ કરી રહ્યા નથી, તો આ વાતની કોઈ ગેરંટી નથી કે વધારાના બેટ્‌સમેન તમારા માટે મેચ બચાવશે.

જાે તમારી પાસે ટેસ્ટ મેચમાં ૨૦ વિકેટ લેવાની ક્ષમતા કે સંસાધનો નથી તો તમે પહેલાથી જ બે પરિણામો માટે રમી રહ્યા છો અને આ અમારી રમવાની સ્ટાઈલ નથી. ભારતીય ટીમે વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી ચાર પેસર સાથે રમી છે.

મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સતત પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહ્યા છે. રવિન્દ્ર જાડેજાને સ્પિનના રૂપમાં તક મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.