ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઈસ્કોન મદિર ખાતે પહોંચ્યા હતા.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આવેલ ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રી રાધા-કૃષ્ણનાં મનોહર વિગ્રહની આરતી તથા પૂજન-અર્ચનનું સૌભાગ્ય ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહ અને સહકાર મંત્રીને મળ્યું હતું.
સોમનાથ, દ્વારકા, અંબાજી, ચોટીલા , ડાકોર, પાવાગઢ જેવા પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોના કાળમાં પ્રયત્ન સ્થળો સુમસાન રહ્યાં. હવે લાંબા સમય બાદ,બજારોમાં દીપાવલી જેવો માહોલ વેપારીઓ અનુભવી રહ્યા છે.
દ્વારકા-ડાકોરમાં ભગવાન કૃષ્ણ શ્રીંગાર અને છપ્પન ભોગ સાથે અવનવા વાધાથી શોભાયમાન થતા ‘કાળીયા ઠાકર’નાં દર્શનથી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી