Western Times News

Gujarati News

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરી

File

રેલવે દ્વારા પાલિતાણાથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફરીથી કાર્યરત કરાતાં મુંબઈથી આવતા જૈન શ્રાવકોને પાલિતાણા દર્શન કરવા હવે આવવાનું સરળ થશે. 

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગ માટે પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક વિશેષ ટ્રેન ફરી ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

·         ટ્રેન નંબર 09006/09005 પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09006 પાલિતાણા – બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર બુધવારે પાલિતાણાથી 20.00 કલાકે ઉપડશે અને રાત્રે 01.55 કલાકે અમદાવાદ પહોંચશે તથા બીજા દિવસે સવારે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 01 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા – પાલિતાણા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 00.15 કલાકે અમદાવાદ પહોંચશે તથા બીજા દિવસે સવારે 05.50 કલાકે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન 31 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોલા, બોટાદ, જોરાવર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.

ટ્રેન નંબર 09005/09006 માટે બુકિંગ 30 ઓગસ્ટ,  2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.