મની લોંડરિંગ કેસમાં જેકલીનની ED દ્વારા આકરી પૂછપરછ
ન્યુ દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં ફસાઇ છે. ED દિલ્હીમાં 5 કલાકથી જેકલીનની મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે બોલિવુડ અભિનેત્રી કોઇના કોઇ મામલામાં ચર્ચામાં રહેતી હોય છે. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેના પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ છે. Money laundering case: ED questions Bollywood actress Jacqueline Fernandez
ઉલ્લેખનીય છે કે જેકલીન હાલ તેની અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલ તે ફિલ્મ ભૂત પોલીસના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર અને એક સોન્ગ રિલીઝ થયુ છે અને બંનેને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં જેકલીન સાથે સૈફ અલરી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમ લીડ રોલમાં છે.
તાજેતરમાં જ સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી અંદાજે 200 કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરી હતી. જેમા RBL બેંકના અધિકારીઓ સહિત તિહાર તંત્રના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સુકેશની નજીકની લીના પોલથી ED સતત પૂછપરછ પણ કરી હતી. સુકેશને સ્પેશિયલ સેલે ખંડણીના કેસમાં ધરપકડ કરી હતી, જે હાલ EOWની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ AIDMK સિંબલ કેસમાં આરોપી છે અને લાંબા સમયથી જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટના રોજ તિહાર જેલની અંદકથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) વસૂલવાના આરોપી સુકેશ ચંદ્રશેખર અને ફિલ્મ અભિનેત્રી લીના પોલના ચેન્નઈ સ્થિત બંગલા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈસ્ટે (ED)એ કોસ્ટ રોડ પર સ્થિત જે બંગલા પર દરોડો પાડ્યો હતો, તેની કિંમત કરોડો રૂપિયાની છે. દરોડા દરમિયાન કાર્યવાહી કરતા ઇડીએ મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી અને લગભગ 15 લક્ઝરી વાહનો પણ મળી આવ્યા હતા.
આ પહેલાં પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે હાઇ પ્રોફાઇલ ચીટર સુકેશ જેલમાં પણ મોટા મોટા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં હતો અને ફોન કરીને સુપ્રીમ તથા હાઇકોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનો દાવો કરીને પૈસા વસૂલ કરતો હતો. જેલમાં મોબાઈલ ફોન મળ્યા બાદ જેલ તંત્ર સાથે જોડાયેલા કેટલાંક અધિકારીઓ રડાર પર આવ્યા હતા.