Western Times News

Gujarati News

અમેરિકી સૈનિકોએ અડધી રાત્રે છોડ્યું કાબુલ એરપોર્ટ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારું 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ છે. અફઘાનિસ્તાનમાં ખતરનાક સ્થળોએ સેવા આપવા બદલ હું અમારા કમાન્ડરોનો આભાર માનું છું. વધુમાં જણાવ્યું હતું કે આ મિશનમાં કોઈ વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યો ન હતો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેના નિકળી ગઈ છે. કાબુલ એરપોર્ટ પરથી છેલ્લા અમેરિકન વિમાને ઉડાન ભરી હતી. આ સાથે જ વીસ વર્ષ પહેલાં અમેરિકાનું અફઘાનિસ્તાનમાં શરૂ થયેલું યુદ્ધ પણ સમાપ્ત થયું છે.

તાલિબાન સાથે થયેલા કરાર હેઠળ, અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડી દેવાનું હતું, પણ અમેરિકાએ ચોવીસ કલાક પહેલાં અફઘાનિસ્તાન છોડી દીધું. જેવા જ ચાર યુએસ લશ્કરી પરિવહન વિમાન સી-17 એ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી એની સાથે જ તાલિબાન લડવૈયાઓએ ઉજવણીમાં હવામાં ફાયરિંગ કર્યું હતું.

અમેરિકન વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમા પણ છોડી ન હતી કે તાલિબાને અફઘાનિસ્તાનને અમેરિકા મુક્ત જાહેર કર્યું હતું. આ દરમિયાન, NOTAM (એરમેનને નોટિસ)એ ઇમર્જન્સી સંદેશ જાહેર કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ હવે કોઈના નિયંત્રણમાં નથી અને અહીં એર ટ્રાફિક નિયંત્રણ પણ નથી. આનો મતલબ એ છે કે અહીંથી વિમાન ટેકઓફ કે લેન્ડ કરવું સલામત નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.